Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Margi 2023: આજથી આ 5 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, સૂતેલું નસીબ પૂરપાટ દોડવા માંડશે

Mangal Margi 2023 effect on zodiac signs in Gujarati: મંગળ ગ્રહ સાહસ, પરાક્રમ, ઉર્જા, ભૂમિ, સંપત્તિનો કારક ગ્રહ છે. આજે 13 જાન્યુઆરી 2023ના રોજ શુક્રવારથી મંગળ ગ્રહ વૃષભ રાશિમાં સીધી ચાલવાનું શરૂ કરી દેશે. મંગળની સીધી ચાલ 5 રાશિના જાતકો માટે શુભ સમયની શરૂઆત કરશે.

Mangal Margi 2023: આજથી આ 5 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, સૂતેલું નસીબ પૂરપાટ દોડવા માંડશે

Mangal Margi 2023 effect on zodiac signs in Gujarati: મંગળ ગ્રહ સાહસ, પરાક્રમ, ઉર્જા, ભૂમિ, સંપત્તિનો કારક ગ્રહ છે. આજે 13 જાન્યુઆરી 2023ના રોજ શુક્રવારથી મંગળ ગ્રહ વૃષભ રાશિમાં સીધી ચાલવાનું શરૂ કરી દેશે. મંગળની સીધી ચાલ 5 રાશિના જાતકો માટે શુભ સમયની શરૂઆત કરશે. ખાસ જાણો આ 5 રાશિ વિશે....

fallbacks

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે મંગળની માર્ગી ચાલ અંગત જીવન માટે ખુબ જ શુભ રહેશે. આ જાતકોને સાચો પ્રેમ મળી શકે છે. અપરણિત હોવ તો લગ્ન થઈ શકે છે. લગ્નમાં જે વિધ્નો આવી રહ્યા હતા તે હવે દૂર થશે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે મંગળની સીધી ચાલ કરિયરમાં સફળતા અપાવી શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા તેમને સફળતા મળશે. આવક વધશે. જમીન-મકાન સંબંધિત મામલાઓમાં તમારા હકમાં નિર્ણય આવી શકે છે. 

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને માર્ગી મંગળ સંપત્તિ સંબંધિત લાભ કરાવશે. નવું વાહન પણ લઈ શકે છે. વર્ક પ્લેસ પર સ્થિતિ સારી રહેશે. તમારો પ્રભાવ, માન સન્માન વધશે. સંતાનથી સુખદ સમાચાર મળી શકે છે. વિદેશ યાત્રાના યોગ છે. 

આ વસ્તુઓ ઘરમાં વસાવશો તો ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા, મનાય છે સૌથી શુભ

Life Line: હાથની જીવન રેખામાં આ 4 ચિન્હો જાણશો તો જીવ બચી શકે

કરિયરને મળશે રોકેટ જેવી ગતિ, પૈસાનો થશે વરસાદ, અપનાવો કાળા ચોખાના આ ઉપાય

વૃશ્ચિક રાશિ
મંગળ માર્ગી થઈને વૃશ્ચિક રાશિવાળાને ખુબ લાભ કરાવશે. નોકરીમાં ફેરફાર થઈ શકે છે. ધન લાભ થશે. આવકના નવા રસ્તા ખુલશે. મુસાફરીના યોગ બને છે. અટકેલા કામ પૂરા થશે. 

ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે મંગળની સીધી ચાલ સારા દિવસો લાવશે. આર્થિક મોરચે મોટો લાભ કરાવશે. કરિયરમાં પ્રગતિના યોગ બનશે. લગ્ન જીવનમાં ખુશીઓનો વરસાદ થશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More