Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Rashi Parivartan 2025: ચૈત્ર નવરાત્રીમાં મંગળ બદલશે રાશિ, કન્યા સહિત 3 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ

Mangal Rashi Parivartan 2025: જ્યોતિષ ગણના અનુસાર આ વખતે ચૈત્ર નવરાત્રી વચ્ચે મંગળ રાશિ બદલશે. મંગળનું રાશિ પરિવર્તન 3 રાશિના લોકો માટે અત્યંત શુભ રહેવાનું છે. 
 

Mangal Rashi Parivartan 2025: ચૈત્ર નવરાત્રીમાં મંગળ બદલશે રાશિ, કન્યા સહિત 3 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ

Mangal Rashi Parivartan 2025: હિંદુ પંચાંગ અનુસાર 30 માર્ચ 2025 થી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન પણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 એપ્રિલ 2025 ના રોજ મંગળ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે તો તેનો પ્રભાવ દરેક રાશિ પર જોવા મળે છે. 3 એપ્રિલ 2025 ના રોજ મંગળ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ સમયે ચૈત્ર નવરાત્રી પણ હશે જેના કારણે મંગળનું ગોચર 3 રાશિઓ માટે શુભ સાબિત થશે. 

fallbacks

3 રાશિઓ માટે શુભ છે મંગળ ગોચર 

આ પણ વાંચો: Shukra Gochar 2025: આ 3 રાશિઓનો દાયકો થયો શરુ, બગડેલા કામ પણ બનવા લાગશે, વધશે ધન

કન્યા રાશિ 

કર્ક રાશિમાં મંગળનો પ્રવેશ કન્યા રાશિના લોકો માટે શુભ છે. જીવનમાં સારી ઘટનાઓ ઘટશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ રાશિના લોકોનો વેપાર વધશે. નવી તકો પ્રાપ્ત થશે. બધી જ આર્થિક ઈચ્છાઓ પૂરી થશે. જેટલો પ્રયાસ કરશો એટલો વધારે લાભ મળશે. આ સમય દરમિયાન રોકાણ કરવાથી પણ લાભ થઈ શકે છે. સંપત્તિથી લાભ થશે. દાંપત્ય જીવનમાં ખુશાલી રહેશે. 

આ પણ વાંચો: Itra Remedies: અત્તરના આ ટોટકાથી શુક્ર થશે એક્ટિવેટ, રાતોરાત અમીર બની શકે છે વ્યક્તિ

તુલા રાશિ 

મંગળના ગોચરથી તુલા રાશિના લોકોના જીવનમાં ધનની આવક વધશે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા થશે અને શુભ ચિંતકો પણ સાથ આપશે, જવાબદારીઓ વધશે. નોકરી કરતા લોકોને આ સમય દરમિયાન મોટી ઉપલબ્ધી પ્રાપ્ત થશે. કારોબારમાં આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. આર્થિક લાભની પ્રબળ સંભાવના. કાર્યક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થશે. અટકેલું ધન પરત મળી શકે છે. 

આ પણ વાંચો: Shani Gochar: 5 રાશિઓ માટે ઘોર સંકટનો સમય થશે શરુ, અઢી વર્ષ સુધી શનિ ભારે કષ્ટ આપશે

મકર રાશિ 

મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. નાની-મોટી યાત્રાથી સારા પરિણામ પ્રાપ્ત થશે. પારિવારિક જીવન સારું રહેશે. નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના. નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ સારો સમય. જમીન સંપાદન બાબતોમાં જબરદસ્ત ધન લાભ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More