Home> Spiritual
Advertisement
Prev
Next

તુલસીમાં આવેલા માંજર આ તિથિ પર તોડી ચઢાવવા શ્રીકૃષ્ણને, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Tulsi Manjari Upay: કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં વાસ્તુદોષ રહેતો નથી. તુલસીના છોડના પાન તેની ડાળખી બધી જ વસ્તુઓનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. પરંતુ જો તુલસીમાં માંજર આવે તો તુરંત આ કામ કરવું જોઈએ...

તુલસીમાં આવેલા માંજર આ તિથિ પર તોડી ચઢાવવા શ્રીકૃષ્ણને, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Tulsi Manjari Upay: હિન્દુ ધર્મમાં તુલસીનો વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના દુઃખોથી મુક્તિ મળી જાય છે. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ રાખવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં વાસ્તુદોષ રહેતો નથી. તુલસીના છોડના પાન તેની ડાળખી બધી જ વસ્તુઓનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. પરંતુ જો તુલસીમાં માંજર આવે તો તુરંત જ તેને હટાવી દેવા જોઈએ. શાસ્ત્રો અનુસાર તુલસી માતા ઉપર માંજરનો ભાર હોય છે. તેથી માંજરને તુરંત દૂર કરી દેવા જોઈએ.

fallbacks

આ પણ વાંચો: 

તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે શનિ, રાહુ-કેતુની દ્રષ્ટિ, ગુરુવારે કરી લેજો આ ઉપાય

પુરી થઈ સૂર્ય-શનિની યુતિ, આ રાશિના લોકો માટે શરુ થયો સારો સમય, હવે થશે ભાગ્યોદય

સપનામાં વારંવાર દેખાય છે અલગ અલગ રીતે સાપ તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ

પૌરાણિક કથા અનુસાર એક વખત મા લક્ષ્મી, માતા સરસ્વતી અને માતા ગંગા વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો. તેમની વચ્ચે વાત એટલી વધી ગઈ કે તેઓ એકબીજાને શ્રાપ દેવા લાગ્યા. માતા ગંગાએ લક્ષ્મીજીને વૃક્ષ બની જવાનો શ્રાપ આપ્યો. આ વાત ચાલી રહી હતી ત્યાં માતા પાર્વતી આવ્યા અને તેમણે ત્રણેય માતાને સમજાવ્યા. માતા ગંગાએ કહ્યું કે તેણે માતા લક્ષ્મીને પૃથ્વી પર વૃક્ષ બની જવાનો શ્રાપ આપ્યો છે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે 84 લાખ યોની માંથી 20 લાખ યોની વૃક્ષ અને છોડની હોય છે. તો માતા લક્ષ્મી એ દરેક યોની માં વર્ષો સુધી રહેવું પડશે. ત્યાર પછી તેમણે માતા પાર્વતી પાસે સહાયતા માંગી. માતા પાર્વતીએ જણાવ્યું કે આ સમસ્યાનું નિરાકરણ શિવજી જ કરી શકે છે. 

ત્રણેય માતા શિવજી પાસે ગયા અને શિવજીને કહ્યું કે કોઈ એવો ઉપાય બતાવે જેનાથી માતા લક્ષ્મીને તુલસીના રૂપમાં આવ્યા પછી અન્ય કોઈ યોનીનું દુઃખ ભોગવવું ન પડે. ત્યારે મહાદેવે આ ઉપાય જણાવ્યો. 

બારસના દિવસે તુલસીના છોડમાં આવેલા માંજર તોડી શાલીગ્રામને અર્પણ કરી દેવા. આમ કરવાથી માતા લક્ષ્મીને છોડની યોની માંથી મુક્તિ મળી જશે અને અન્ય કોઈ છોડની યોની માં તેમને નહીં જવું પડે તેઓ મોક્ષ પ્રાપ્ત કરી લેશે. જે પણ વ્યક્તિ બારસના દિવસે તુલસીના માનસર તોડી શાલીગ્રામ ને અર્પણ કરે છે તેમને માતા લક્ષ્મી  સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે. તુલસીના માંજર ભગવાન કૃષ્ણને પણ ચડાવી શકાય છે આમ કરવાથી ભગવાન કૃષ્ણ પણ પ્રસન્ન રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More