Home> Spiritual
Advertisement
Prev
Next

Numerology: લગ્નની તારીખ પરથી જાણો પત્ની જીવનભર પ્રેમ કરશે કે થતી રહેશે તકરાર

Marriage Date Numerology: દરેક વ્યક્તિ એ વાત જાણવા ઈચ્છે કે લગ્ન પછી તેનું જીવન સુખી હશે કે નહીં? અંક જ્યોતિષ પરથી વૈવાહિક જીવનના સુખ વિશે જાણી શકાય છે. કપલના લગ્નની તારીખ પરથી જાણી શકાય છે કે દંપતિનું લગ્નજીવન કેવી પસાર થશે.
 

Numerology: લગ્નની તારીખ પરથી જાણો પત્ની જીવનભર પ્રેમ કરશે કે થતી રહેશે તકરાર

Marriage Date Numerology: અંક જ્યોતિષ ભવિષ્ય વિશે જાણવાનો લોકપ્રિય રસ્તો છે. લોકો પોતાની જન્મ તારીખના આધારે મૂલાંક અનુસાર ભવિષ્ય વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. અંક જ્યોતિષમાં લગ્નની તારીખના આધારે પણ વૈવાહિક જીવન વિશે ફળકથન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ એ જાણવા ઈચ્છે છે કે જીવનસાથી સાથે તેનો સમય કેવો પસાર થશે. આ વસ્તુનો ખ્યાલ લગ્નની તારીખના મૂલાંક પરથી આવી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Shanidev: શનિ અમાવસ્યા એ કરો આ ઉપાય, શનિની પનોતીના કષ્ટ અને પીડામાંથી મેળવો મુક્તિ

લગ્નની તારીખના મૂલાંકના આધારે એ જાણી શકાય છે કે દંપતિનું વૈવાહિક જીવન સુખમય રહેશે કે પછી તકરારમાં સમય પસાર થશે. તો ચાલો તમને પણ જણાવીએ લગ્નની તારીખ અનુસાર કયા મુલાંકના લોકો સુખી લગ્નજીવન જીવે છે. જેના માટે લગ્નની તારીખનો સરવાળો કરીને એક મુલાંક લેવાનો હોય છે. 

આ પણ વાંચો: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભયોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરીમાં થશે પ્રગતિ

મૂલાંક 1 

જેના લગ્ન કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયા હોય તેનો મૂલાંક 1 ગણાય છે. આવા કપલનું લગ્ન જીવન નોકજોક વાળું હોય છે. સમય પસાર થયા પછી સંબંધોમાં મજબૂતી આવે છે. 

મૂલાંક 2 

જે લોકોના લગ્ન 2, 11, 20 કે 29 તારીખે થયા હોય તેમનું મૂલાંક 2 થાય છે. આવા કપલ એકબીજાને ખૂબ જ પ્રેમ અને સહયોગ કરે છે. જીવનમાં આવતા ઉતાર ચઢાવનો સંબંધો પર અસર થતો નથી. 

આ પણ વાંચો: વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી

મૂલાંક 3 

જે લોકોના લગ્ન 3, 12, 21 કે 30 તારીખે થયા હોય તેમનું વૈવાહિક જીવન ખુશીઓ અને ઉત્સાહથી ભરેલું રહે છે. 

મૂલાંક 4 

જે લોકોના લગ્ન કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયા હોય તે કપલ સુખદ અને સંતુલિત જીવન જીવે છે. આવા કપલ ની વચ્ચે ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિ આવતી નથી. 

આ પણ વાંચો: Shani Uday: 9 એપ્રિલથી ચાલશે આ 4 રાશિવાળાઓનું રાજ, શનિ ઉદય થઈને વધારી દેશે ધન, પદ

મૂલાંક 5 

જેના લગ્ન 5, 14 કે 23 તારીખે થયા હોય તેવા કપલ વચ્ચે નાના-મોટા ઝઘડા થયા જ કરે છે. 

મૂલાંક 6 

જે કપલ ના લગ્ન 6, 15 અને 24 તારીખે થયા હોય તેઓનો સમય જીવનસાથી સાથે સારો પસાર થાય છે. 

આ પણ વાંચો: મીન રાશિમાં શનિ ચાલશે ચાંદીના પાયે, 3 રાશિઓની આવક થશે ચારગણી, નોકરીમાં થશે પદોન્નતિ

મૂલાંક 7 

કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે લગ્ન થયા હોય તેવા કપલનું વૈવાહિક જીવન સફળ અને સુખદ રહે છે. 

મૂલાંક 8 

8, 17 અને 26 તારીખે જેના લગ્ન થયા હોય તેવા કપલને જીવનસાથી સંપૂર્ણ સહયોગ આપે છે અને દરેક મુશ્કેલીમાં સાથ નિભાવે છે.

આ પણ વાંચો:  પુષ્ય નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 4 રાશિઓને કરાવશે લાભ, સંપત્તિ વધશે અને કાર્યો થશે સફળ

મૂલાંક 9 

9, 18 અને 27 તારીખે જેના લગ્ન થયા હોય તેમનું વૈવાહિક જીવન મતભેદથી ભરેલું રહે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ સંબંધ પણ મજબૂત બની જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More