નવી દિલ્હીઃ Mars Transit In Scorpio 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ-નક્ષત્રોના ગોચરનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. નોંધનીય છે કે ગ્રહોના સ્વરાશિ અને ઉચ્ચ રાશિમાં ગોચર કરવાથી રાજયોગ અને શુભ યોગોનું નિર્માણ થાય છે. તેવામાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવ નવેમ્બરમાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ સમયે રૂચક રાજયોગનું નિર્માણ થશે. આ દરમિયાન રાજયોગનો પ્રભાવ દરેક જાતકોના જીવન પર જોવા મળશે. તેવામાં ત્રણ રાશિના જાતકોને ધન-સંપત્તિનો લાભ થશે. જાણો તે રાશિઓ વિશે.
વૃશ્ચિક રાશિ
મંગળના પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરવાથી રૂચક રાજયોગનું નિર્માણ થશે. નોંધનીય છે કે આ રાશિમાં યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવાનો છે. તેવામાં તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. આ રાજયોગથી તમને વિવિધ પાસાઓમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. કામકાજ સાથે જોડાયેલા મુદ્દા ચિંતાનું કારણ બની શકે છે, પરંતુ ધીમે-ધીમે તેનો ઉકેલ આવી જશે. જીવનસાથીની સાથે સંબંધમાં સુધાર જોવા મળશે. ધન-સંપત્તિનો લાભ મળશે.
આ પણ વાંચોઃ માયાવી ગ્રહ રાહુ બદલશે પોતાની ચાલ, આ ત્રણ જાતકો માટે મુશ્કેલ સમયનો થશે અંત
સિંહ રાશિ
આ રાશિના જાતકોને પણ રૂચક રાજયોગથી અનુકૂળ પરિણામોની પ્રાપ્તિ થશે. નોંધનીય છે કે મંગળ તમારી રાશિના ચોથા સ્થાન પર ગોચર કરશે. આ દરમિયાન તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. પ્રોપર્ટી, જમીન વગેરે ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમય લાભકારી છે. નાણાકીય મામલામાં આ સમય તમારા માટે સારો રહેવાનો છે. તેવામાં આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. નોકરી-કારોબારમાં પ્રગતિ થશે.
મકર રાશિ
નોંધનીય છે કે આ રાશિના જાતકો માટે પણ રૂચક રાજયોગ અનુકૂળ સિદ્ધ થવાનો છે. નોંધનીય છે કે આ યોગ તમારી રાશિના કર્મ ભાવમાં બનવાનો છે. તેવામાં તમારી આવકના સાધનોમાં વધારો થશે. કરિયરમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. ભાગ્યનો સાથ મળશે અને કારોબારમાં વધારો થશે. નોકરી કરતા જાતકોને આ સમયમાં પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે