Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Gochar 2025: મે મહિનામાં મંગળ બદલશે નક્ષત્ર, 3 રાશિના સંચિત ધનમાં થશે વધારો, નોકરી-વેપાર માટે શુભ સમય

Mangal Gochar 2025: ગ્રહોના સેનાપતિ મંગળ મે મહિનામાં નક્ષત્ર પરિવર્તન કરશે. ત્યારબાદનો સમય 3 રાશિના લોકો માટે મંગળમયી રહેશે. આજે તમને જણાવીએ આ 3 રાશિઓ વિશે જેને મંગળ માલામાલ કરશે.
 

Mangal Gochar 2025: મે મહિનામાં મંગળ બદલશે નક્ષત્ર, 3 રાશિના સંચિત ધનમાં થશે વધારો, નોકરી-વેપાર માટે શુભ સમય

Mangal Gochar 2025: મે મહિનામાં ગ્રહોના સેનાપતિ મંગળ નક્ષત્ર બદલશે. 12 મે 2025 ના રોજ સવારે 8.55 મિનિટે મંગળ આશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રમાં મંગળ 7 જૂન 2025 સુધી રહેશે. 

fallbacks

મંગળ ગ્રહ સાહસ, ભાઈ-બહેન, પરાક્રમ, ભૂમિ અને ઊર્જાનો કારક ગ્રહ છે. આશ્લેષા નક્ષત્ર 27 નક્ષત્રમાં નવમું નક્ષત્ર છે. આ નક્ષત્ર કર્ક રાશિ અંતર્ગત આવે છે. બુધ ગ્રહના નક્ષત્રમાં મંગળના પ્રવેશથી કેટલીક રાશિને શુભ ફળ મળશે. મંગળના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના સારા દિવસો શરૂ થશે ચાલો જાણીએ. 

આ પણ વાંચો: દૈનિક રાશિફળ: આજે લેવામાં આવેલો મહત્ત્વપૂર્ણ નિર્ણય ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે

મિથુન રાશિ 

મંગળના નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના લોકોને સૌથી વધુ લાભ થવાનો છે. રોકાણના સુવર્ણ અવસર મળશે. જૂની સંપત્તિથી આર્થિક લાભ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. વિવાહિત અને અવિવાહિક બંને જાતકોના ઘરમાં ખુશીઓ રહેશે. આવનારા દિવસોમાં પરિવારમાં કોઈ મોટી સમસ્યા નહીં આવે. 

આ પણ વાંચો: Ketu Gochar: મે મહિનામાં કેતુ કરશે ડબલ ગોચર, 3 રાશિઓને આકસ્મિક ધનલાભ કરાવશે કેતુ

તુલા રાશિ 

તુલા રાશિના લોકો માટે આવનારો સમય આર્થિક દ્રષ્ટિથી અત્યંત શુભ રહેવાનો છે. પરિવારમાં જે વિવાદ ચાલી રહ્યો હતો તે દૂર થવાની પ્રબળ સંભાવના. રોકાણથી અણધઆર્યો મોટો લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. ઘણા સમયથી જે લોકોને સ્વાસ્થ્ય સમસ્યા હતી તેમાં હવે સુધારો જોવા. 

આ પણ વાંચો: 25 એપ્રિલથી 5 રાશિઓ પર ઘેરાશે આર્થિક સંકટ, શનિ-શુક્રની યુતિના કારણે વધશે મુશ્કેલીઓ

મકર રાશિ 

નોકરી કરતા લોકોની આવકમાં વધારો થવાના સંકેત છે. નવી ભાગીદારીના પ્રોજેક્ટમાં લાભ થશે. મંગળની કૃપાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિણીત લોકો ખર્ચા પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે. નાણાકીય સ્થિતિ ઉત્તમ રહેશે. વેપારીઓનો વેપાર વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More