Mehandipur Balaji Mandir: મહેંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના કરૌલી જિલ્લામાં આવેલું છે. આ મંદિર સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા છે. માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે અને કષ્ટ દૂર થઈ જાય છે. શ્રી બાલાજીના દરબારમાં પ્રેત-આત્માઓથી છુટકારો આપવા માટે વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. મહેંદીપુર બાલાજી મંદિરમાં દર્શન કરવા માટેના કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ નિયમ તોડે છે તેની પાછળ નકારાત્મક શક્તિઓ લાગી જાય છે.
આ પણ વાંચો: સૌથી પાવરફુલ રાશિઓ, આ લોકો જેનો હાથ પકડે તેનો પણ બેડોપાર કરે, ભાગ્યમાં હોય ધન યોગ
મહેંદીપુર બાલાજી મંદિરમાં દૂર દૂરથી લોકો આવે છે. અહીં એવા લોકોની સંખ્યા વધારે હોય છે જેઓ ખરાબ આત્માની અસરથી પીડિત હોય છે. મંદિરમાં પ્રવેશ કર્યાની સાથે જ આવા લોકો વિચિત્ર હરકતો કરવા લાગે છે, કેટલાક અલગ અલગ ભાષાઓમાં વાત કરે છે તો કેટલાક રડવા લાગે છે. આ દ્રશ્યો જોઈને કાચા પોચા મનના લોકો તો ડરી જાય.
આ પણ વાંચો: 20 મે થી સૂર્ય-શનિ બનાવશે ત્રિએકાદશ યોગ, આ 3 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલી જશે
મહેંદીપુર બાલાજી મંદિરમાં હનુમાનજી પોતાના બાલ સ્વરૂપમાં બિરાજમાન છે અહીં દિવસમાં એક સમયે બાલાજીની પૂજા ભૂત-પિશાચને ભગાડવા માટે કરવામાં આવે છે. તેથી જ અહીં દર્શન કરવા આવનાર લોકો માટે કડક નિયમો બનાવેલા છે જો આ નિયમોને ધ્યાનમાં લેવામાં ન આવે તો ભક્તો પરેશાન થઈ જાય છે.
મહેંદીપુર બાલાજી મંદિરે દર્શન કરવાના નિયમો
આ પણ વાંચો: મે મહિનામાં કઈ તારીખે આવશે અપરા એકાદશી ? જાણો વ્રત રાખવાનું મહત્વ અને પૂજા વિધિ
સાત્વિક ભોજન કરવું
જો તમે કોઈ મનોકામનાની પૂર્તિ માટે મહેંદીપુર બાલાજી મંદિર દર્શન કરવા જવાના હોય તો એક અઠવાડિયા પહેલાથી તામસિક વસ્તુઓનું સેવન બંધ કરી સાત્વિક ભોજન કરો. દર્શન કરીને આવો પછી પણ 11 દિવસ સુધી તામસિક વસ્તુઓ કે માંસ મદીરાનું સેવન કરવું નહીં.
આ પણ વાંચો: આ 5 રાશિઓ પર કેતુ કહેર વર્તાવશે, સ્વાસ્થ્ય અને સંબંધો બગાડશે, નોકરીમાં વધશે સમસ્યાઓ
પાછળ ફરીને જોવું નહીં
મહેંદીપુર બાલાજી મંદિરમાં પ્રવેશ કરશો એટલે તમે એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય તેવું લાગશે. જ્યારે તમે મંદિરમાંથી દર્શન કરીને પરત જતા હોય ત્યારે તમને કોઈ પાછળથી અવાજ કરે તો ભૂલથી પણ પાછળ ફરીને જોવું નહીં. માનવામાં આવે છે કે આવા અવાજ નકારાત્મક શક્તિઓ કરતી હોય છે જો તમે પાછળ ફરીને જુઓ છો તો એ શક્તિઓ તમારી પાછળ લાગી જાય છે.
આ પણ વાંચો: Shanidev: આ 3 રાશિઓ માટે સાડાસાતીનો આવનારો સમય ભારે, રાતાપાણીએ રોવડાવશે પનોતી
પ્રસાદ ઘરે લાવવો નહીં
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ મંદિરે દર્શન કરે તો તેનો પ્રસાદ ઘરના લોકો માટે પણ લાવે છે પરંતુ મહેંદીપુર બાલાજી મંદિરનો પ્રસાદ ઘરે લાવવાની ભૂલ ક્યારે કરવી નહીં. મહેંદીપુર બાલાજી મંદિરનો પ્રસાદ ખાવાની અને ઘરે લાવવાની મનાઈ હોય છે. મંદિરમાંથી જે પ્રસાદ મળે તેને મંદિરમાં બનેલી એક ખાસ જગ્યાએ ફેંકી અને પાછળ જોયા વિના પરત ફરી જવાનું હોય છે.
આ પણ વાંચો: શનિ-બુધના દુર્લભ યોગથી 4 રાશિઓને મળશે અપાર ધન, નોકરી-ધંધામાં જબરદસ્ત પ્રગતિ થશે
મંદિરમાંથી કોઈ વસ્તુ બહાર લાવવી નહીં
મંદિરની કોઈપણ વસ્તુને સ્પર્શ કરવી કે પૂજા સામગ્રીને ઘરે લાવવાથી બચવું જોઈએ. મહેંદીપુર બાલાજી મંદિરમાં પ્રસાદની સાથે ત્યાંની ખાવા પીવાની વસ્તુ કે પાણીની બોટલ પણ મંદિરમાંથી બહાર લાવવી નહીં. જો તમે કોઈ વસ્તુ ખરીદી છે અને તેની સાથે તમે મંદિરમાં ગયા છો તો પછી તે વસ્તુને પણ ત્યાં જ છોડીને આવો. સાથે જ મંદિરમાં કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું પણ ટાળવું ફક્ત દર્શન પર ધ્યાન આપવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે