Budh Gochar: ગ્રહોનો રાજકુમાર બુધ ચોક્કસ સમયગાળામાં તેની રાશિ, ગતિ અને સ્થિતિ બદલી નાખે છે. આ સમયે બુધ કુંભ રાશિમાં શનિની અસ્ત સ્થિતિમાં છે. બુધ 20 જાન્યુઆરી, 2025 ના રોજ અસ્ત થશે અને 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ સાંજે 07:04 વાગ્યે ઉદય થશે.
લગભગ 34 દિવસ પછી બુધ ઉદય થવા જઈ રહ્યો છે. બુધના ઉદયની અસર મેષ રાશિથી મીન રાશિ સુધીની રાશિઓ પર પડશે. પરંતુ બુધ ગ્રહ ઉદય પામશે અને કેટલીક રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે. બુધ ગ્રહના ઉદયને કારણે, આ રાશિના જાતકોને નાણાકીય, વ્યાવસાયિક અને અંગત જીવનમાં શુભ પરિણામો મળશે. બુધના ઉદયથી કઈ રાશિઓને ફાયદો થશે તે જણાવીએ.
રોકાણ પર સારું વળતર મેળવી શકો
મેષ: મેષ રાશિના લોકોને આવક અને લાભ ભાવમાં બુધનો ઉદય થશે. તેથી, મેષ રાશિના લોકોની આવકમાં વધારો થવાના સંકેત છે. વ્યાવસાયિક રીતે તમારી સ્થિતિ વધુ સારી થઈ શકે છે. સરકારી તંત્ર તરફથી લાભ મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. રાજકારણના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. તમેને તમારા રોકાણ પર સારું વળતર મેળવી શકો છો. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
આ હશે ગુજરાતના બજેટની સૌથી મોટી જાહેરાત, ગાંધીનગરથી આવી મોટી ખબર
માતા-પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો માટે બુધનો ઉદય સારો રહેશે. આ રાશિના સુખ ઘરમાં બુધનો ઉદય થશે. આવી સ્થિતિમાં, તમારા ભૌતિક સુખ અને સંપત્તિમાં વધારો થશે. પરિવારોમાં વધારો થશે. તમે જમીન, મકાન અને વાહન ખરીદી શકો છો. ઉદ્યોગપતિઓને વિસ્તરણ અથવા ભાગીદારી માટે નવી તકો મળશે. માતા-પિતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ધ્વજને લઈને વિવાદ, પાકિસ્તાનની નીચ હરકત, વીડિયો વાયરલ
વેપારીઓ માટે સમય ફાયદાકારક રહેશે.
કુંભ: કુંભ રાશિના લોકો માટે બુધનો ઉદય સારો રહેશે. તેમના લગ્નમાં બુધનો ઉદય થશે. આનાથી આ રાશિના લોકોની પ્રતિષ્ઠા વધશે. આ રાશિના લોકોને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે. આ રાશિના લોકોની કાર્યોને કાર્યક્ષમ રીતે ઉકેલી શકશો. આ રાશિના લોકોની કુશળતામાં સુધારો થશે. વેપારીઓ માટે સમય ફાયદાકારક રહેશે. કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવશે અને કેટલાકના લગ્ન નક્કી થઈ શકે છે.
અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE 24 કલાક તેની પૃષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે