Janmashtami 2023: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીને દેશભરમાં અને ઘરે ઘરમાં ધામધૂમથી દર વર્ષે ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુએ માનવજીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રીકૃષ્ણ તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો. શ્રીકૃષ્ણને વાંસળી અને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. તેવામાં જન્માષ્ટમી પર મોરપીંછ સંબંધિત ત્રણ ઉપાય કરવાથી વ્યક્તિ પર શ્રીકૃષ્ણની કૃપા વરસે છે અને તેમને સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે.
જન્માષ્ટમી પર કરો મોર પંખના આ ઉપાય
આ પણ વાંચો:
આ 3 દિવસ ગાયની પૂજા કરી ખવડાવો રોટલી, 15 દિવસમાં મોટામાં મોટું સંકટ પણ થશે દુર
સાસરા માટે લકી હોય છે આ તારીખોમાં જન્મેલી યુવતીઓ, લગ્ન થયાની સાથે જ પતિ બને છે અમીર
સાપ્તાહિક રાશિફળ: મિથુન રાશિ માટે આ સપ્તાહ છે શુભ, જાણો તમારા માટે કેવું હશે સપ્તાહ
અટકતા કાર્યમાં સફળતા માટે
જો તમારું કોઈ કામ વારંવાર અટકી જતું હોય. અથવા તો નોકરી વેપારમાં પણ સફળતા મળતી ન હોય તો તેનું કારણ કુંડળીમાં રહેલો રાહુકેતુનો દોષ હોઈ શકે છે. આ દોષને દૂર કરવા માટે અને સફળતા પ્રાપ્ત કરવા માટે જન્માષ્ટમીના દિવસે બેડરૂમની પશ્ચિમ દિશામાં મોર પંખ લગાવવું. આમ કરવાથી ક્રૂર ગ્રહોના દુષ્પ્રભાવથી મુક્તિ મળશે.
વાસ્તુદોષ દૂર કરવાનો ઉપાય
જો ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય અને તેના કારણે અનેક સમસ્યાઓ આવતી હોય તો આ દોષને દૂર કરવા માટે જન્માષ્ટમીના દિવસે પોતાના ઘરે મોર પંખ લઈને આવો. આ સાથે જ કાનાજી ની પૂજા કરીને મોર પંખની પણ પૂજા કરો. પૂજા કરેલા મોર પંખને ઘરની પૂર્વ દિશામાં લગાડી દો. કામ કરવાથી વાસુદોષ દૂર થાય છે.
આ પણ વાંચો:
ઘરેથી નીકળતા પહેલા બોલવો આ મંત્ર, દરેક કાર્યમાં મળશે સફળતા, સમસ્યાઓ થશે દુર
ગુરુ ગ્રહ વક્રી થઈ ધનના કરશે ઢગલા, તિજોરીમાં જગ્યા કરી રાખે આ 3 રાશિના લોકો
આર્થિક સંકટ દૂર કરવા
જો તમારા જીવનમાં ધન ટકતું ન હોય અને તમે સતત આર્થિક સંકટમાં રહેતા હોય તો જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની વિધિ વિધાનથી પૂજા કરો અને ત્યાર પછીના 21 દિવસ સુધી મોર પંખ ની પૂજા કરો. 21 માં દિવસે પૂજા કરેલા મોર પંખને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે