Home> Spiritual
Advertisement
Prev
Next

Hanuman Powerful Mantra: ખૂબ જ શક્તિશાળી છે બજરંગ બલીના આ 5 મંત્રો, તુરંત અસર જોવા મળે, મનનો ડર થઈ જાય દુર

Hanuman Powerful Mantra: ભગવાન હનુમાનના કેટલાક મંત્ર એવા છે જેને બોલવાથી નકારાત્મકતા, ડર, શોક બધું જ દુર થઈ જાય છે. આજે તમને જણાવીએ આ 5 મંત્રો કયા છે.
 

Hanuman Powerful Mantra: ખૂબ જ શક્તિશાળી છે બજરંગ બલીના આ 5 મંત્રો, તુરંત અસર જોવા મળે, મનનો ડર થઈ જાય દુર

Hanuman Powerful Mantra: દેવતાઓમાં ભોળાનાથની જેમ બજરંગ બલી પણ પ્રસન્ન થઈ જતા દેવ છે. બજરંગ બલી ભક્તોના દુઃખ, ડર, શોકને દૂર કરે છે. જીવનના કષ્ટ દૂર કરતાં કષ્ટભંજનને અતિશીઘ્ર પ્રસન્ન કરવા હોય તો સૌથી સરળ ઉપાય મંત્ર જાપ છે. જે વ્યક્તિ શ્રદ્ધા અને સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે તે પૂજા બેકાર જતી નથી. આજે તમને હનુમાનજીને પ્રસન્ન કરવાના સૌથી સરળ 5 મંત્રો વિશે જણાવીએ. શાસ્ત્રો અનુસાર આ મંત્રમાં અપાર શક્તિ છે અને તે તુરંત અસર દેખાડે છે. જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરે છે તેનું રક્ષણ હનુમાનજી કરે છે. 

fallbacks

આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં કયા સમયે અને કેવી રીતે કરવી શિવ પૂજા, જાણે સરળ વિધિ અને 7 જરૂરી નિયમ

જો કોઈ વ્યક્તિ કોઈપણ કારણસર મંદિર ન જોઈ શકે અને તેના મનમાં ભય રહેતો હોય તો તે ઘરે બેસીને પણ બજરંગ બલીના આ શક્તિશાળી મંત્રોનો પાઠ કરી શકે છે. આ મંત્રનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ અને શ્રદ્ધાથી મંત્ર જાપ કરવો. આ મંત્ર ઘરમાં બોલવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ વધે છે. 

હનુમાનજીના શક્તિશાળી મંત્ર 

આ પણ વાંચો: 5 રાશિઓના જીવનમાં તોફાન સર્જી દેશે રાહુ-કેતુ, 16 મહિના સુધીનો સમય સંભાળીને રહેવું

1. ૐ દક્ષિણમુખાય પચ્ચમુખ હનુમતે કરાલબદનાય

આ એવો મંત્ર છે જે દરેક પ્રકારના ભયનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિના મનમાં અજાણી વસ્તુઓનો ડર બેસી ગયો હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર જાપ કરવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે. 

આ પણ વાંચો: મહાદેવને સૌથી પ્રિય છે આ 5 મંત્ર, જે જપે તેના દુ:ખ હરી લે ભોળાનાથ, ઈચ્છા થઈ જાય પુરી

2. નારસિંહાય ૐ હાં હીં હૂં હૌં હ: સકલભીતપ્રેતદમનાય સ્વાહા

ભગવાન હનુમાનના આ મંત્રનો જાપ કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે 21 વખત આ મંત્ર બોલવામાં આવે તો વ્યક્તિ પોતાની આસપાસ સકારાત્મક ઊર્જા અનુભવવા લાગે છે. 

આ પણ વાંચો: તુલસીમાં માંજર આવે તો તુરંત કરો આ કામ, લક્ષ્મીજીની કૃપાથી ધનથી ભરાઈ જશે ઘર

3. ૐ અંજનીસુતાય વિદ્મહે, વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ: પ્રચોદયાત્

આ હનુમાન ગાયત્રી મંત્ર છે. તેનો જાપ રોજ કરી શકાય છે. જે પણ વ્યક્તિ સાચા ભાવ અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે આ મંત્રનો જાપ કરે છે તેની અંદર ભય રહેતો નથી આ વ્યક્તિનો આત્મવિશ્વાસ દિવસેને દિવસે વધતો રહે છે. 

આ પણ વાંચો: 100 વર્ષ પછી રાહુ-કેતુ એકસાથે બદલશે ચાલ, આ રાશિઓને અચાનક ધન લાભ થવાના યોગ

4. ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા:

નકારાત્મક ઉર્જા અને ડર ને તુરંત દૂર કરનાર હનુમાનજીનો શક્તિશાળી મંત્ર છે. માન્યતા છે કે આ મંત્રના જાપથી રોગ પણ દૂર થાય છે અને શત્રુનો નાશ થાય છે. 

આ પણ વાંચો: 24 વર્ષ પછી ગુરુ-શુક્રની યુતિથી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, 4 રાશિ માટે શુભ

5. ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ

દરેક પ્રકારના ભયને દૂર કરતો આ હનુમાનજીનો સરળ અને શક્તિશાળી મંત્ર છે. આ મંત્ર પણ એવો છે જેનો જાપ કરવાથી શીઘ્ર અસર જોવા મળે છે. વ્યક્તિ ડરની સ્થિતિમાં હોય ત્યારે આ મંત્રનો જાપ કરે તો મનમાં શક્તિ ઉત્પન્ન થવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More