નવી દિલ્હીઃ Lucky People by Name Astrology: જ્યોતિષની નેમ એસ્ટ્રોલોજી શાખા ભવિષ્ય વિશે ઘણી મહત્વની વાતો જણાવે છે. નેમ એસ્ટ્રોલોજીની મદદથી માત્ર નામના પ્રથમ અક્ષરથી વ્યક્તિની પર્સનાલિટી અને ભવિષ્ય વિશે ઘણી વાતો જાણી શકાય છે. આજે અમે નેમ એસ્ટ્રોલોજી દ્વારા એવા લોકો વિશે જણાવીશું, જેની કિસ્મત અચાનક ચમકે છે અને તેને રાતો-રાત સફળતા મળે છે.
જે લોકોનું નામ 'A' અક્ષરથી શરૂ થાય છે, સામાન્ય રીતે તેનો ભાગ્યોદય 25 વર્ષની ઉંમર બાદ થાય છે અને તે રાતો-રાત જાણીતા બની જાય છે. આ લોકો ખુબ મહેનતુ હોય છે અને જીવનમાં ઊંચો મુકામ હાસિલ કરે છે.
જે લોકોનું નામ 'C' અક્ષરથી શરૂ થાય છે તે દરેક પરેશાની સામે લડી આગળ વધે છે અને પોતાનું લક્ષ્ય હાસિલ કરે છે. તે હિંમત હારતા નથી અને આ તેની સૌથી મોટી ખુબી હોય છે. તેને અચાનક સફળતા મળે છે.
જે લોકોનું નામ 'H' અક્ષરથી શરૂ થાય છે, તે ખુબ સારા લીડર, મેનેજર સાબિત થાય છે. તે પોતાના જીવનમાં મોટી સફળતાઓ મેળવે છે. પરંતુ આ નામના જાતક થોડા આળસુ હોય છે પરંતુ તેનામાં ટેલેન્ટની કોઈ કમી હોતી નથી.
આ પણ વાંચોઃ ધન રાશિ પરથી બાળકના યુનિક નામ શોધી રહ્યા છો? આ રહ્યું List
'K' અક્ષરથી જે લોકોનું નામ શરૂ થાય છે, તે લગ્ઝરી લાઇફનો ખુબ આનંદ લે છે. તે મુશ્કેલીથી ડરતા નથી અને પોતાની મહેનતથી સફળતા હાસિલ કરે છે. પરંતુ તેના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે.
'S' અક્ષરથી જે લોકોના નામ શરૂ થાય છે તે દરેક કામ સારી રીતે કરે છે. તેમાં ગજબની સકારાત્મકતા હોય છે. તે સારા પોલીટિશિયન અને વક્તા બને છે. ખુબ પૈસા કમાઈ છે અને 35 વર્ષની ઉંમર બાદ સફળ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી વાત સામાન્ય એસ્ટ્રોલોજી પ્રમાણે છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે