Home> Spiritual
Advertisement
Prev
Next

Navratri 2023: નવરાત્રીના 9 દિવસ કરો આ કામ, માતાના આશીર્વાદથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Navratri 2023: નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન જો કોઈ ખાસ કામ કરવામાં આવે તો માતા જગદંબા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેથી નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
 

Navratri 2023: નવરાત્રીના 9 દિવસ કરો આ કામ, માતાના આશીર્વાદથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

Navratri 2023: હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રીનું મહત્વ સૌથી વધુ છે. આ વર્ષે નવરાત્રિ 15 ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 23 ઓક્ટોબર 2023 સુધી ચાલશે. ત્યારપછી 24 ઓક્ટોબર 2023ના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન જો કોઈ ખાસ કામ કરવામાં આવે તો માતા જગદંબા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેથી નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

fallbacks

નવરાત્રિ દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન 

આ પણ વાંચો:

3 રાશિના લોકોના ઘરમાં પધારશે સાક્ષાત માં લક્ષ્મી, 29 નવેમ્બર સુધીનો સમય અતિશુભ

Astro Tips: લોબાનના આ ઉપાયો દુર કરશે સમસ્યાઓ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

ઘરમાં ઝાડુ રાખવાના પણ હોય છે નિયમ, યોગ્ય રીતે ન રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ

- નવરાત્રિના 9 દિવસ દરમિયાન ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો. નવરાત્રિ પહેલા ઘરને સાફ કરી લો. તેમજ 9 દિવસ સુધી દરરોજ પ્રવેશદ્વાર પર કંકુ અને હળદરથી મા દુર્ગાના ચરણોના પ્રતિક બનાવો.

- નવરાત્રિ દરમિયાન દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી પૂજા કરો અને દરરોજ સાંજે આરતી કરો. માં દુર્ગાને પોતાની મનપસંદ વસ્તુઓ પણ અર્પણ કરો.  

- નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેથી નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવો. તેમજ છેલ્લા દિવસે હવન કરી અને કન્યા પૂજા કરો. 

નવરાત્રીમાં ન કરો આ ભુલ 

નવરાત્રી દરમિયાન પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસો દરમિયાન ઘરમાં માંસાહાર ન કરવો અને નશીલા પદાર્થોનું સેવન ન કરવું. નવરાત્રિ દરમિયાન સાત્વિક ભોજન જ કરવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More