Navratri 2023 News: આસો નોરતા 15 ઓક્ટોબરના રોજ રવિવારથી શરૂ થઈ રહ્યા છે તથા 21 ઓક્ટોબર શનિવારે મહાસપ્તમી અને 22 ઓક્ટોબર રવિવારે મહાઅષ્ટમી, 23 ઓક્ટોબર સોમવારે મહાનવમી તથા 24 ઓક્ટોબર મંગળવારે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ ઉજવાશે. નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ રહે છે. સામાન્ય રીતે લોકો નવરાત્રિ શરૂ થતા જ કન્યા પૂજન કરવા લાગે છે પરંતુ મોટાભાગના લોકો સપ્તમીથી કન્યાઓનું પૂજન અને ભોજન કરાવે છે. જો કે અષ્ટમી અને નવમીનું વિશેષ મહત્વ હોય છે. જે લોકો આખા નવરાત્રિમાં વ્રત રાખે છે તેઓ દશમીના દિવસે કન્યા ભોજન કરાવ્યા બાદ જ પારણા કરે છે.
કન્યાને ભોજન કરાવો ત્યારે ધ્યાન રાખવું કે બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની 9 કન્યાને બોલાવવી જોઈએ. નવની સંખ્યા પાછળ માતાના નવ સ્વરૂપનો ભાવ રહેલો છે.
એક બાળકને જરૂર બોલાવો
કન્યા બોલાવવાની સાથે સાથે એક વાત ધ્યાન રાખવી કે આ જ વયના એક બાળક કે જેને ભૈરવ સ્વરૂપમાં બોલાવવામાં આવે છે. ભૈરવનું પૂજન કર્યા વગર માતા પૂજનને સ્વીકારતા નથી. કન્યાઓની સંખ્યા નવથી વધુ પણ હોઈ શકે છે.
ઉંમર પ્રમાણે હોય છે માતાનું સ્વરૂપ
1. દસ વર્ષની કન્યા સુભદ્રા ગણાય છે અને માતા સુભદ્રા પોતાના ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરે છે.
2. નવ વર્ષની કન્યા સાક્ષાત દુર્ગા કહેવાય છે. જેનું પૂજન કરવાંથી શત્રુઓનો નાશ થાય છે અને તમામ કાર્ય પણ પૂરાં થાય છે.
3. આઠ વર્ષની કન્યા શામ્ભવી કહેવાય છે. તેનું પૂજન કરવાથી વાદ વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે.
4. સાત વર્ષની કન્યાનું રૂપ ચંડિકા ગણાય છે. ચંડિકા પૂજન કરવાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
5. છ વર્ષની કન્યા કાલિકાનું રૂપ ગણાય છે જે વિદ્યા, વિજય અને રાજયોગ અપાવે છે.
6. પાંચ વર્ષની કન્યા રોહિણી કહેવાય છે અને તેનું પૂજન કરવાથી વ્યક્તિ રોગમુક્ત થાય છે.
7. ચાર વર્ષની કન્યાને કલ્યાણી ગણવામાં આવે છે અને તેના પૂજનથી પરિવારનું કલ્યાણ થાય છે.
8. ત્રણ વર્ષની કન્યા ત્રિમૂર્તિ ગણાય છે અને તેના પૂજનથી ધન ધાન્ય ની સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.
9. બે વર્ષની કન્યાના પૂજનથી દરિદ્રતા દૂર થાય છે.
આ રીતે કરો કન્યા પૂજન
- કન્યાઓને બોલાવ્યા બાદ પહેલા દેવી માતાનું પૂજન કરો અને આ સાથે જ કન્યાઓ તથા બાળકના પગ ધોઈને તેમને યોગ્ય આસન પર બેસાડો.
- બધાને તિલક અને કલાઈ પર મૌલી એટલે કે નાડાછડીનું રક્ષાસૂત્ર બાંધો.
- ભોજનમાં માતાને સૌથી પહેલા ભોગ લગાવો અને પછી તેને કન્યાઓ અને બાળકને પીરસીને સન્માનપૂર્વક ખવડાવો.
- સૌથી છેલ્લે ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લો અને બધાને કોઈ ગિફ્ટ આપો અને પછી ઘરના પ્રવેશ દ્વાર સુધી મૂકવા જાઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે