Nirjala Ekadashi And Budh Gochar Rashifal: પંચાંગ અનુસાર આ વખતે નિર્જળા એકાદશી 6 જુન 2025 શુક્રવારના રોજ આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરવાની હોય છે. આ વર્ષે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પ્રતિનિધિ ગણાતા બુધ ગ્રહ પોતાની રાશિ મિથુનમાં ગોચર કરશે. એટલે કે વર્ષો પછી નિર્જળા એકાદશી અને બુધ ગોચરનો શુભ સંયોગ સર્જાવાનો છે. જ્યોતિષ ગણના અનુસાર શુક્રવાર અને 6 જુને સવારે બુધ ગ્રહ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં ગોચર કરશે. આ દિવસે નિર્જળા એકાદશી પણ 6 જુન અને શુક્રવારે આવશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 4 જૂન 2025: બૌદ્ધિક કાર્ય અને લેખન વગેરેથી પણ આવક થશે પરંતુ ગુસ્સો ટાળો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ જ્યારે શુભ સ્થિતિમાં ગોચર કરે છે ત્યારે તેના પ્રભાવથી લોકોના જીવનમાં આર્થિક લાભ, કારકિર્દીમાં લાભ અને પારિવારિક જીવનમાં સહકારાત્મક ફેરફાર જોવા મળે છે. બુધ ગ્રહનું ગોચર 5 રાશિઓ માટે વરદાન સમાન સાબિત થવા જઈ રહ્યું છે. આ 5 રાશિ કઈ છે અને તેમને કેવા લાભ થશે ચાલો જાણીએ.
આ પણ વાંચો: ઘઉં દળાવવા માટે કયો દિવસ શુભ ? જાણો કારણ કે ઘઉંના લોટનો સમૃદ્ધિ સાથે સીધો સંબંધ છે
વૃષભ રાશિ
મિથુન રાશિમાં બુધ ગ્રહનું ગોચર વૃષભ રાશિ માટે આર્થિક સમૃદ્ધિ અને કરિયરમાં લાભના સંકેત આપે છે. આ સમય દરમિયાન અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. અટકેલું ધન પરત મળી શકે છે. રોકાણથી સારું રિટર્ન મળવાની સંભાવના. વેપારીઓ માટે આ સમય વિશેષ રીતે લાભદાયક રહેશે. નાણાકીય યોજના બનાવીને આગળ વધવું.
આ પણ વાંચો: Mangal Gochar 2025: મંગળ 7 જૂને મિત્ર રાશિમાં કરશે પ્રવેશ, આ 5 રાશિઓની લાગશે લોટરી
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે આ સમયે વાણીથી સફળતા મેળવવાનો છે. આ સમય દરમિયાન સંવાદની ક્ષમતામાં સુધારો થશે. કોમ્યુનિકેશન સંબંધિત કામોમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે. આ રાશિના લોકો પોતાની વાતથી અન્ય પ્રભાવિત કરવામાં સફળ થશે. પરિવારના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો:15 જૂનથી વધશે આ લોકોનું વર્ચસ્વ, મિથુન રાશિમાં સૂર્ય-ગુરુની યુતિ છપ્પરફાડ ધન લાભ થશે
કન્યા રાશિ
મિથુન રાશિમાં બુધ ગ્રહનું ગોચર કન્યા રાશિના લોકો માટે પણ ધન, સુખ અને શાંતિ વધારનાર સાબિત થશે. કન્યા રાશિનો સ્વામી ગ્રહ પણ બુધ છે આ ગોચરથી પરાક્રમ અને ધનમાં વૃદ્ધિ જણાશે. જૂનું કરજ હશે તો તે ચૂકવી શકાશે. પરિવારમાં સંપત્તિનું સુખ વધે તેવી સંભાવના. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના બની શકે છે.
આ પણ વાંચો: શનિ પનોતીની નકારાત્મક અસરોને દુર કરવાના અચૂક ઉપાય, આ કામ ગુપ્ત રીતે કરવું જરૂરી
તુલા રાશિ
બુધનું ગોચર ભાગ્યને સક્રિય કરશે. વિદેશથી ધન મળવાની પ્રબળ સંભાવના. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કાયદાકીય બાબતમાં પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેવાથી મનપસંદ રહેશે.
આ પણ વાંચો: આ સંકેત મળે પછી નક્કી ઘરમાં ધન-ધાન્ય વધે, ભાગ્યના બંધ દરવાજા ખોલીને આવે લક્ષ્મી
મકર રાશિ
મકર રાશિ માટે બુધ ગ્રહનું ગોચર કરિયરમાં સફળતા અને સમાજમાં માન સન્માન વધારનાર સાબિત થશે. પ્રોફેશનલ લાઇફમાં સુધારો થશે. નોકરીમાં ઊંચું પદ કે પગાર વધારો મળી શકે છે. સિનિયર અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે. પોતાની યોજનાઓ લાગુ કરવાનો ઉત્તમ સમય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે