Home> Spiritual
Advertisement
Prev
Next

November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશે

November 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.

November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશે

November 2024: વેદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર બદલે છે. સાથે જ ગ્રહોની ચાલ પણ બદલાતી હોય છે. ગ્રહોની બદલાયેલી ચાલની અસર પણ દેશ દુનિયા પર થાય છે. સમયે સમયે ગ્રહ વક્રી ચાલ પણ ચાલે છે. જેને વિશેષ જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર ને છોડીને બધા જ ગ્રહો વક્રી થતા હોય છે.

fallbacks

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ગ્રહોની આવી ગતિવિધિઓને મામલે ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં ત્રણ ગ્રહ વક્રી થશે. ગ્રહોની ચાલમાં થયેલો આ ફેરફાર દુર્લભ સંયોગ પણ બનાવશે. નવેમ્બર મહિનામાં શનિ બૃહસ્પતિ અને બુધ વક્રી રહેશે.

નવેમ્બર મહિનામાં વક્રી થનાર ગ્રહ 

આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, વર્ષ 2025 માં આ રાશિઓની કિસ્મત પલટી મારશ

શનિ ગ્રહ 

કર્મ ફળના સ્વામી શનિ ગત 30 જૂનથી વક્રી થયા છે. જે નવેમ્બર મહિનામાં પણ વક્રી રહેશે. 15 નવેમ્બર સુધી શનિ ગ્રહ વક્રી રહેશે અને પછી માર્ગી થશે.

ગુરુ ગ્રહ 

ગુરુ ગ્રહ 9 ઓક્ટોબરથી વક્રી થયા છે જે 119 દિવસ સુધી ઉલટી ચાલ ચાલશે અને 4 ફેબ્રુઆરી 2025 ના રોજ માર્ગી થશે.

આ પણ વાંચો:મિથુન રાશિના જાતકો માટે કેટલું શુભ છે વિક્રમ સંવત ૨૦૮૧ નવું વર્ષ ? વાર્ષિક રાશિફળ

બુધ ગ્રહ 

ગ્રહોના રાજકુમાર બુધ 26 નવેમ્બર અને મંગળવારે વક્રી થશે અને 20 દિવસ સુધી એટલે કે 16 ડિસેમ્બર સુધી વક્રી રહેશે.

નવેમ્બર 2024 ની લકી રાશિઓ 

આ પણ વાંચો:વૃષભ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ

મેષ રાશિ 

નવેમ્બર મહિનામાં ત્રણ ગ્રહોના વક્રી થવાથી મેષ રાશિના લોકો માટે અનુકૂળ સમય શરૂ થશે. આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે. લક્ષ પ્રાપ્ત કરવા નું સાહસ વધશે. આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના. અગાઉના રોકાણથી પણ સારો લાભ મળે 

કર્ક રાશિ 

કર્ક રાશિ માટે પણ નવેમ્બર મહિનો શુભ છે. નવેમ્બર મહિનામાં કર્ક રાશિને શનિ, બુધ અને ગુરુ સફળતા અપાવશે. પારિવારિક જીવન સુખદ રહેશે. આવક વધશે. ધનમાં વૃદ્ધિ થશે. વેપારમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં કાર્યની સરાહના થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. 

આ પણ વાંચો:મેષ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ

તુલા રાશિ 

તુલા રાશિના લોકો માટે નવેમ્બર મહિનો સામાજિક દ્રષ્ટિએ સારો રહેશે આવક ના નવા સ્ત્રોત ઊભા થશે. મિત્રો સાથે સમય સારો પસાર થશે. અચાનક ધન લાભ થવાની સંભાવના. લગ્ન જીવનમાં મધુરતા આવશે. 

મકર રાશિ 

નવેમ્બર મહિનામાં મકર રાશિના લોકોને કારકિર્દીમાં લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થવાની પ્રબળ સંભાવના. યાત્રા લાભદાયક સિદ્ધ થશે. કરજથી મુક્તિ મળશે. રોકાણ કરવા માટે સારો સમય. માનસિક રીતે મજબૂત અનુભવ કરશો. પારિવારિક સુખ વધશે. 

આ પણ વાંચો:26 નવેમ્બર સુધી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, વક્રી બુધ ડબલ ગોચર કરી કરાવશે આર્થિક લાભ

મીન રાશિ 

મીન રાશિના લોકો માટે નવેમ્બર મહિનો લાભ કરાવનાર રહેશે. શાંતિ અને સંતોષ મળશે. વેપારમાં નવા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના. અચાનક ધનલાભ થશે. કાર્યની સરાહના થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ સુધરશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More