Home> Spiritual
Advertisement
Prev
Next

Bhagya Rekha: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ

Bhagya Rekha:જે સ્ત્રીના ભાગ્યમાં રાજયોગ લખેલો હોય તેના પગના તળિયામાં ત્રણ પ્રકારની રેખાઓ જોવા મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગમાં આ ત્રણ રેખાઓ હોય તે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ પણ માલામાલ થઈ જાય છે.

Bhagya Rekha: ભાગ્યશાળી સ્ત્રીના જ પગમાં હોય આ 3 રેખા, લગ્ન પછી પતિને પણ કરી દે છે માલામાલ

Bhagya Rekha: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે રીતે વ્યક્તિના હાથ પરની રેખાઓ તેના જીવન સંબંધિત મહત્વની જાણકારી આપે છે તે રીતે પગના તળિયામાં પણ વિવિધ રેખાઓ હોય છે. પગના તળિયાની આ રેખા સાથે પણ ભાગ્ય જોડાયેલું હોય છે. ખાસ કરીને સ્ત્રીઓના પગમાં કેટલીક રેખાઓ એવી હોય છે જે તેના સૌભાગ્યને દર્શાવે છે. જે સ્ત્રીના ભાગ્યમાં રાજયોગ લખેલો હોય તેના પગના તળિયામાં ત્રણ પ્રકારની રેખાઓ જોવા મળે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગમાં આ ત્રણ રેખાઓ હોય તે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ પણ માલામાલ થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ પગના તળિયાની કઈ ત્રણ રેખા ભાગ્યશાળી સ્ત્રીની નિશાની છે. 

fallbacks

આ પણ વાંચો: 26 ઓગસ્ટ સુધી સંભાળીને રહે આ 6 રાશિના લોકો, લાલ ગ્રહ જીવનમાં સર્જી દેશે ઉથલપાથલ

પગના તળિયામાં વચ્ચે ઊભી રેખા 

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીના પગના તળિયામાં વચ્ચોવચ જો ઊભી સીધી રેખા હોય તો તે શુભ ગણાય છે. તેનો અર્થ છે કે તે જીવનમાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. સ્ત્રીની આ રેખા લગ્ન પછી તેના પતિનું ભાગ્ય પણ બદલે છે. આવી સ્ત્રીના જીવનમાં પૈસા ની ખામી ક્યારેય રહેતી નથી. એની સાથે લગ્ન કરનાર પુરુષનું ભાગ્ય પણ બદલી જાય છે. 

આ પણ વાંચો: શનિવારે સૂર્યાસ્ત પછી કરો પીપળાના ઝાડનો આ ઉપાય, મોટામાં મોટી સમસ્યા પણ દુર થઈ જશે

અંગૂઠા નીચે આડી રેખા

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીના પગના અંગૂઠાથી ત્રીજી આંગળી તરફ કોઈ આડી રેખા જતી હોય તો તે અતિ શુભ છે. આ જગ્યાએ જો બે રેખા આમને સામને હોય તો તે શુભ સંયોગ હોય છે. આવી સ્ત્રીના જીવનમાં પૈસાની ખામી રહેતી નથી. તેના પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને તે જીવનમાં ઝડપથી સફળતા મેળવે છે. 

આ પણ વાંચો: 4 શુભ યોગમાં ઉજવાશે દેવશયની એકાદશી, માં લક્ષ્મીની કૃપાથી 4 રાશિઓની રોજ વધશે આવક

અંગૂઠાની નીચે ઊભી રેખા 

જે સ્ત્રીના પગના અંગૂઠાની નીચે નાનકડી રેખા હોય તે પણ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સ્વભાવે દયાળુ હોય છે અને તે સારા ગુણ ધરાવે છે. તેનામાં દરેક પરિસ્થિતિનો સામનો કરવાનો સાહસ હોય છે. આવી સ્ત્રીના ભાગ્યમાં ધન પ્રાપ્તિના પ્રબળ યોગ હોય છે. તેમને ધન હાનિનો સામનો કરવો પડતો નથી. આવી સ્ત્રી લગ્ન પછી પતિને પણ માલામાલ કરી દે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More