Home> Spiritual
Advertisement
Prev
Next

Papmochani Ekadashi 2025: પાપમોચિની એકાદશીના દિવસે કરો આ મંત્રોનો જાપ, પાપનો થશે નાશ અને મનોકામના થશે પૂર્ણ

Papmochani Ekadashi 2025: પાપમોચિની એકાદશીનું વ્રત ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં રાખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરી ભગવાન વિષ્ણુનું ભજન કરવાથી જાણે-અજાણે કરેલા પાપથી મુક્તિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે.
 

Papmochani Ekadashi 2025: પાપમોચિની એકાદશીના દિવસે કરો આ મંત્રોનો જાપ, પાપનો થશે નાશ અને મનોકામના થશે પૂર્ણ

Papmochani Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશીનું અત્યંત મહત્વ છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પ્રતિ માસ બે એકાદશી આવે છે. વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી કહેવાય છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપોથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી મનોકામના પણ પૂર્ણ થાય છે. આ વર્ષે પાપમોચિની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે અને આ દિવસે કયા મંત્રોનો જાપ કરવો શુભ ફળ આપે છે ચાલો જાણીએ. 

fallbacks

આ પણ વાંચો: મીન રાશિમાં શનિ ચાલશે ચાંદીના પાયે, 3 રાશિઓની આવક થશે ચારગણી, નોકરીમાં થશે પદોન્નતિ

ક્યારે છે પાપમોચિની એકાદશી

આ વર્ષે પંચાંગ અનુસાર પાપમોચિની એકાદશીની શરૂઆત 25 માર્ચ 2025 ના રોજ સવારે 5.05 મિનિટે થશે. એકાદશીનું સમાપન 26 માર્ચે સવારે 3:45 મિનિટે થઈ જશે. તેથી આ વર્ષે પાપમોચિની એકાદશી 25 માર્ચ અને મંગળવારે ગણાશે. એકાદશીનું વ્રત પણ મંગળવારે કરવાનું રહેશે. મંગળવારના દિવસે શ્રદ્ધાપૂર્વક શ્રી હરિની પૂજા કરીને વ્રત કરવું અને બીજા દિવસે એટલે કે 26 માર્ચ અને બુધવારે વ્રતના પારણા કરવા. 

આ પણ વાંચો: પુષ્ય નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 4 રાશિઓને કરાવશે લાભ, સંપત્તિ વધશે અને કાર્યો થશે સફળ

પાપમોચિની એકાદશીનું મહત્વ

પાપમોચની એકાદશી શબ્દ પરથી સમજી શકાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી પાપોથી મુક્તિ મળી જાય છે. માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી ભક્ત એ જાણે અજાણ કરેલા દરેક પાપના ખરાબ ફળથી તેને મુક્તિ મળે છે. પદ્મ પુરાણ અનુસાર જ્યારે રાજા મંદાતા પોતાના પાપના કારણે દુઃખી હતા તો તેમને પાપમોચિની એકાદશીનું વ્રત કરવાનું કહેવામાં આવ્યું હતું. રાજાએ આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી રાજાને તેણે કરેલા પાપથી મુક્તિ મળી. પાપમોચિની એકાદશી વ્રતનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં અર્જુનને જણાવ્યો હતો. 

આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં શનિ દેવનો થશે ઉદય, 3 રાશિના લોકોને છપ્પરફાડ ધન લાભ થાય તેવી સંભાવના

પાપમોચિની એકાદશી પર આ મંત્રોનો જાપ કરવો

ॐ નમો ભગવતે વાસુદેવાય
ॐ વિષ્ણવે નમ:
ॐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુ પ્રચોદયાત્

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author
Read More