Home> Spiritual
Advertisement
Prev
Next

Rahu-Budh Yuti 2024: એક રાશિમાં બે શક્તિશાળી ગ્રહોનું થશે મિલન, 15 વર્ષ પછી જોરમાં આવશે આ લોકોનું ભાગ્ય

Rahu-Budh Yuti 2024: રાહુ અને બુધની આ યુતિ ત્રણ રાશિના લોકો માટે શુભ રહેવાની છે. આ રાશિના લોકોનું ભાગ્ય 15 વર્ષ પછી જોર કરશે. આ રાશિના લોકોને શેર અથવા લોટરીથી મોટો ધન લાભ થાય તેવી પણ સંભાવના છે. 

Rahu-Budh Yuti 2024: એક રાશિમાં બે શક્તિશાળી ગ્રહોનું થશે મિલન, 15 વર્ષ પછી જોરમાં આવશે આ લોકોનું ભાગ્ય

Rahu-Budh Yuti 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. આ ક્રમમાં 7 માર્ચ 2024 ના રોજ રાહુ અને બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે. એક રાશિમાં આ બે ગ્રહો એક સાથે હોવાથી 15 વર્ષ પછી ખાસ સંયોગ સર્જાશે. રાહુ અને બુધની આ યુતિથી કેટલાક શુભ અને અશુભ યોગ સર્જાશે. જેનો પ્રભાવ 12 રાશિના લોકોના જીવન પર જોવા મળશે. જોકે રાહુ અને બુધની આ યુતિ ત્રણ રાશિના લોકો માટે શુભ રહેવાની છે. આ રાશિના લોકોનું ભાગ્ય 15 વર્ષ પછી જોર કરશે. આ રાશિના લોકોને શેર અથવા લોટરીથી મોટો ધન લાભ થાય તેવી પણ સંભાવના છે. 

fallbacks

આ પણ વાંચો: Astro Totke: બોસે અટકાવ્યું છે પ્રમોશન? તો આજે જ કરી લો આ ઉપાય, જોવા મળશે ચમત્કાર

મિથુન રાશિ

રાહુ અને બુધ એક સાથે એક રાશિમાં બિરાજમાન હશે તેનાથી મિથુન રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. આ યુતિથી મિથુન રાશિના લોકોને નોકરી અને વેપારમાં મોટો લાભ થઈ શકે છે. આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે. જે લોકો વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે પણ સફળ થશે. વેપારમાં નવી શરૂઆત કે નવી નોકરી કરવા માટે પણ આ સમય સારો છે. પિતા સાથે સંબંધ મજબૂત થશે અને પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળશે. 

આ પણ વાંચો: બુધાદિત્ય રાજયોગ ફળશે આ 4 રાશિઓને, ભાગ્યનો મળશે સાથ, ચારેતરફથી થશે ધન લાભ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોના માટે પણ બુધ અને રાહુની યુતિ ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. આ રાશિના લોકો ધર્મમાં વધારે રસ દાખવશે. વિદેશ યાત્રાના પણ યોગ સર્જાઈ રહ્યા છે. નવા કામોમાં સફળતા મળશે. પૈસાની આવક વધવાની સાથે પરિવાર અને સમાજમાં માન સન્માન પણ વધશે.

આ પણ વાંચો: શુક્રનું નક્ષત્ર પરિવર્તન ફળશે આ 3 રાશિઓને, દરેક કાર્ય થશે સફળ, ભાગ્યનો મળશે સાથ

કુંભ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો માટે પણ રાહુ અને બુધની યુતિ લાભકારી સિદ્ધ થશે. કુંભ રાશીના લોકોને ધન અને વાણીથી લાભ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે જેના કારણે આર્થિક લાભ થશે. લોકો પોતાની વાણીના જોર પર ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત કરશે. ખાસ કરીને આ સમયે બેન્કિંગ, માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે સુખદ રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More