Rahu Gochar 2025: શનિની રાશિ મીનમાં ગોચર કર્યા પછી હવે રાહુ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે. 18 મે 2025 ના રોજ રાહુ કુંભ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુનું કુંભ રાશિમાં ગોચર કેટલીક રાશિ માટે શુભ સાબિત થશે. આ રાશિના લોકોને રાહુના રાશિ પરિવર્તનથી કરિયરમાં લાભ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સુધારો, પર્સનલ લાઇફમાં સારા ફેરફાર જોવા મળશે. તો ચાલો જાણીએ રાહુ રાશિ પરિવર્તન કરીને કઈ 4 રાશિના લોકોનું ભાગ્ય પણ બદલી નાખશે.
રાહુનું રાશિ પરિવર્તન આ 4 રાશિઓ માટે શુભ
આ પણ વાંચો: મીન રાશિમાં સર્જાયેલી સૂર્ય, શનિ, શુક્રની યુતિ 3 રાશિઓ માટે સૌથી ખરાબ, સમય ભારે
મિથુન રાશિ
રાહુના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. આ સમય જીવનમાં સૌભાગ્ય વધારશે. રાહુનું ગોચર ભાગ્ય સ્થાનમાં થઈ રહ્યું છે જેથી જીવનમાં નવી સંભાવનાઓ અને અવસર પ્રાપ્ત થશે. કરિયરમાં પ્રગતિ થવાના યોગ છે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. આર્થિક રીતે રાહુનું ગોચર મિથુન રાશિ માટે અનુકૂળ રહેશે. અચાનક ધન વધવાની સંભાવના. જો કોર્ટ સંબંધિત મામલો લંબિત હતો તો તે આ સમયમાં સફળતા સાથે પૂરો થશે.
આ પણ વાંચો: સૂર્યનું ગોચર થતાં જ આ લોકોની આવક ડબલ થશે, મિથુન સહિત 5 રાશિઓને છપ્પરફાડ ધનલાભ થશે
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ રાહુનું ગોચર જીવનમાં મોટા ફેરફાર લાવશે. આ ગોચરથી તુલા રાશિના લોકોને શિક્ષા, રિલેશનશિપ અને સંતાન સંબંધિત મામલામાં સકારાત્મક પરિણામ જોવા મળશે. કલા, ફિલ્મ, લેખન અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શુભ સમય. કાર્યક્ષેત્રમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. મોટો નિર્ણય લઈ શકો છો.
આ પણ વાંચો: Shani Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે શનિનો મહાસંયોગ, અમીર બનશે 4 રાશિઓ
મકર રાશિ
મકર રાશિ માટે પણ રાહુનું ગોચર આર્થિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. રાહુનું ગોચર ધન ભાવમાં થવાથી આવકના નવા સ્ત્રોત બનશે. વેપાર કરતાં લોકોને મોટી સફળતા મળી શકે છે. રોકાણથી સારું રીટર્ન મળવાની પણ સંભાવના. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. જીવનમાં સ્થિરતા રહેશે. આર્થિક નિર્ણય લઈ શકાય છે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી આ તારીખે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિઓના ભાગ્ય ઉઘડી જશે
મીન રાશિ
મીન રાશિ માટે રાહુનું ગોચર અત્યંત શુભ રહેશે. રાહુનું ગોચર લાભ ભાવમાં થઈ રહ્યું છે તેથી કરિયર અને બિઝનેસમાં મોટી સફળતાઓ મળી શકે છે. રાજકારણ અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જબરદસ્ત ફાયદો થશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો. પ્રભાવશાળી લોકો સાથે સંબંધ બનશે જે ભવિષ્યમાં કામ લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે