Home> Spiritual
Advertisement
Prev
Next

Rahu-ketu 2024માં નહીં બદલે પોતાની ચાલ, પરંતુ આ જાતકો પર રહેશે અશુભ દ્રષ્ટિ, આર્થિક નુકસાનના સંકેત

રાહુ અને કેતુની અશુભ દ્રષ્ટિથી જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષ 2024માં રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે નહીં, જેનાથી કેટલાક જાતકોનું કષ્ટ વધી શકે છે. 
 

Rahu-ketu 2024માં નહીં બદલે પોતાની ચાલ, પરંતુ આ જાતકો પર રહેશે અશુભ દ્રષ્ટિ, આર્થિક નુકસાનના સંકેત

Rahu-ketu Gochar 2024: વર્ષ 2023ના છેલ્લા મહિનામાં રાહુ અને કેતુ પોતાનું રાશિ પરિવર્તન કરશે નહીં. માયાવી ગ્રહ રાહુ અને કેતુ દોઢ વર્ષમાં એકવાર પોતાની ચાલ બદલે છે. 30 ઓક્ટોબર 2023ના રાહુ-કેતુનું ગોચર થયું હતું. આ સમયે રાહુ મીન રાશિમાં બિરાજમાન છે. તો કેતુ કન્યા રાશિમાં છે. હવે વર્ષ 2025 સુધી રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે નહીં. જેનો શુભ-અશુભ પ્રભાવ મેષથી લઈને મીન સુધી 12 રાશિઓ પર પડશે. વર્ષ 2024માં કેટલાક જાતકો પર રાહુ-કેતુનું અશુભ દ્રષ્ટિ રહેશે, જેથી તેણે સાવધાની રાખવી પડશે. આવો જાણીએ વર્ષ 2024માં રાહુ-કેતુ કયાં જાતકોની મુશ્કેલી વધારી શકે છે. 

fallbacks

કર્ક રાશિ
મન અશાંત રહેશે. એકાગ્રતામાં કમી આવશે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની સકે છે. સંબંધોમાં અણબનાવ બની શકે છે. કાર્યોમાં વિઘ્નો આવશે. આકરી મહેનત બાદ સફળતા મળશે. સમજી-વિચારી નિર્ણય કરો. આર્થિક મામલામાં વધુ ઉતાવળ અને તણાવથી બચો.

મકર રાશિ
કરિયરમાં પડકાર વધશે. સંતાન પક્ષલ તરફથી કષ્ટ મળી શકે છે. નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. મહેનતનું એટલું ફળ નહીં મળે, જેટલી તમે આશા રાખી રહ્યાં છો. ઇમોશનલ ડિસ્ટર્બ રહેશો. લગ્ન જીવનમાં મુશ્કેલી આવશે.

આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ સૂર્ય-ગુરૂએ બનાવ્યો 'નવપંચમ રાજયોગ', 2024માં આ જાતકો જીવશે વૈભવી જીવન

મીન રાશિ
ઓફિસ પોલિટિક્સની તમારા કામ પર અસર પડી શકે છે. કાર્યોનો દબાવ વધશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન દાખવો. ધૈર્ય બનાવી રાખો. પૈસાને લઈને ઘરમાં વિવાદ થઈ શકે છે. રોકાણથી ધનહાની થઈ શકે છે. નવા વર્ષમાં ધન સાથે જોડાયેલો કોઈ નિર્ણય ન લે. નોકરી-કારોબારમાં પણ સ્ટ્રેસ રહેશે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

આ પણ વાંચોઃ 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકર સંક્રાંતિ? જાણો તારીખ અને શુભ મુહૂર્ત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More