Rahu Mangal Shadashtak Yog: જ્યોતિષ અનુસાર આ સમયે રાહુ અને મંગળ ગ્રહની જે સ્થિતિ છે, તેનાથી ખતરનાક ષડાષ્ટક યોગ બની રહ્યો છે. હકીકતમાં 18 મેએ રાહુએ ગોચર કરી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તો 3 એપ્રિલથી મંગળ ગ્રહ કર્ક રાશિમાં છે. તેનાથી રાહુ અને મંગળ વચ્ચે ષડાષ્ટક યોગ બન્યો છે. આ યોગ બે ગ્રહોની વચ્ચે છઠ્ઠા કે આઠમાં ભાવમાં હોવાને કારણે બને છે. આ સમયે રાહુ-મંગળ વચ્ચે આ સ્થિતિ બનેલી છે.
7 જૂન 2025 સુધી પ્રભાવી રહેશે ષડાષ્ટક યોગ
મંગળ 7 જૂન સુધી કર્ક રાશિમાં રહેશે. આ કારણે મંગળ-રાહુ દ્વારા રચાયેલ ષડાષ્ટક યોગ 7 જૂન સુધી અસરકારક રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં, મંગળ અને રાહુના કારણે બનેલ ષડાષ્ટક યોગ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તે માત્ર ચોક્કસ રાશિના લોકો માટે ખતરનાક નથી, પરંતુ દેશ અને દુનિયા પર પણ તેની ભયંકર અસર પડી શકે છે.
યુદ્ધના ભણકારા અને આંધી-તોફાન
સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિ દેશ અને વિશ્વના રાજકારણ, શાંતિ વ્યવસ્થા, આફતો વગેરેને પણ અસર કરે છે. હાલમાં જે ષડાષ્ટક યોગ રચાઈ રહ્યો છે તે દેશ અને દુનિયામાં તોફાન, પૂર, ભૂકંપ, આગ વગેરે જેવી આફતો અને ઘટનાઓ લાવી શકે છે. આનાથી જાન અને માલનું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, તે યુદ્ધ પણ શરૂ કરી શકે છે. પહેલગામ હુમલા પછી શરૂ થયેલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હાલ પૂરતો સમાપ્ત થઈ ગયો છે, પરંતુ 7 જૂન પહેલા તે ફરી ભડકે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ભૂમિપુત્ર મંગળ કરશે ગોચર, જૂન મહિનામાં આ 5 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ
ષડાષ્ટક યોગની રાશિઓ પર અસર
જ્યોતિષ અનુસાર રાહુ-મંગળ ષડાષ્ટક યોગ સિંહ, ધન અને મીન રાશિના જાતકો પર ખરાબ અસર કરી શકે છે. તેના જીવનમાં ઘણા પ્રકારના પડકારો આવી શકે છે. જેથી આ જાતકોએ 7 જૂન સુધી સતર્ક રહેવું જોઈએ.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે