Home> Spiritual
Advertisement
Prev
Next

Ramayana In Southeast Asia: રાવણની પુત્રી, જેને હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને પછી...

Ramayana Versions in Southeast Asia: રાવણની પુત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહી રામાયણના આ સંસ્કરણમાં, રાવણની પુત્રી હનુમાનજીના પ્રેમમાં હોવાનો પણ ઉલ્લેખ છે. 

Ramayana In Southeast Asia: રાવણની પુત્રી, જેને હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને પછી...

Ravan Daughter Story: રામાયણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. આખી દુનિયામાં શ્રીરામ, સંકટમોચનના ભક્તો છે અને તેમની સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ પણ પ્રસિદ્ધ છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ઘણા દેશોમાં રામાયણના વિવિધ સંસ્કરણ ઉપલબ્ધ છે. જેમાં રાવણની પુત્રીનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, રામાયણના આ સંસ્કરણમાં રાવણની પુત્રી હનુમાનજીના પ્રેમમાં હોવાનો પણ ઉલ્લેખ છે.

fallbacks

તમને જણાવી દઈએ કે વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસજીના રામચરિત માનસમાં રાવણની પુત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો ચાલો જાણીએ કે રામાયણના કયા સંસ્કરણોમાં રાવણની પુત્રી સાથે જોડાયેલી વાતો લખવામાં આવી છે.

જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર
આજથી 14 દિવસ સુધી આ રાશિઓને પડી જશે મૌજ, આ કામમાં મળશે કિસ્મતનો સાથ

રાવણની પુત્રીનો ઉલ્લેખ-
જણાવી દઈએ કે થાઈલેન્ડની રામકીન રામાયણ અને કંબોડિયાની રામકર રામાયણમાં રાવણની પુત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંસ્કરણો અનુસાર, રાવણને ત્રણ પત્નીઓથી 7 પુત્રો હતા. તેમાંથી પ્રથમ પત્ની મંદોદરીથી બે મેઘનાદ અને અક્ષય કુમાર હતા. તો બીજી પત્ની ધન્યમાલિનીથી અતિકાયા અને ત્રિશિરા નામના બે પુત્રો હતા. ત્રીજી પત્નીથી પ્રહસ્થ, નરાંતક અને દેવતંક નામના 3 પુત્રો થયા. એવું કહેવામાં આવે છે કે રાવણના 7 પુત્રો સિવાય 1 પુત્રી હતી. જેનું નામ સુવર્ણમછા અથવા સુવર્ણમતસ્ય હતું.

માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું

એવું કહેવાય છે કે સુવર્ણમછા જોવામાં ખૂબ જ સુંદર હતી. સુવર્ણમછાનો શાબ્દિક અર્થ સોનાની માછલી છે. સુવર્ણમતસ્યનું અડધું શરીર માનવ જેવું હતું અને બાકીનું અડધું માછલી જેવું હતું.તેને સુવર્ણ મરમેઇડ પણ કહેવામાં આવે છે. તેથી જ થાઈલેન્ડ અને કંબોડિયામાં ગોલ્ડફિશની પૂજા કરવામાં આવે છે.

સુવર્ણમતસ્ય રામસેતુ વખતે ઉભુ કર્યું હતું વિઘ્ન
વાલ્મીકિ રામાયણના થાઈ અને કંબોડિયન સંસ્કરણો અનુસાર, શ્રી રામે લંકા પર વિજય મેળવવા માટે સમુદ્ર પાર કરવા માટે નલા અને નીલાને પુલ બનાવવાની જવાબદારી સોંપી હતી. ભગવાન રામના આદેશ પર જ્યારે નાલા અને નીલા સમુદ્ર પર પુલ બનાવી રહ્યા હતા તો રાવણે પોતાની પુત્રી સુવર્ણમત્સ્યને જ આ યોજનાને નિષ્ફળ કરવાનું કામ સોંપ્યું હતું.

સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો

પિતાની આજ્ઞા મળ્યા પછી સુવર્ણમત્સ્યએ વાનર સેના દ્વારા સમુદ્રમાં  ફેંકવામાં આવેલા પથ્થરો અને ખડકોને દરિયામાં ગાયબ કરવાનું શરૂ કરી દીધું. આ કામ માટે તેણે દરિયામાં રહેતા તેની આખી ટુકડીની મદદ લીધી હતી. 

કેવી રીતે હનુમાનજી સાથે થયો પ્રેમ
રામકિયેન અને રામકેર રામાયણમાં લખ્યું છે કે જ્યારે વાનર સેના દ્વારા ફેંકવામાં આવતા પથ્થરો ગાયબ થવા લાગ્યા ત્યારે હનુમાનજી આખી પરિસ્થિતિ સમજવા અને આ પથ્થરો ક્યાં જઈ રહ્યા છે તે જોવા માટે સમુદ્રમાં ગયા. તેમણે જોયું કે પત્થરો અને ખડકોને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે હનુમાનજી તેમની પાછળ ગયા તો તેમણે જોયું કે એક મત્સ્ય કન્યા આ કાર્ય માટે તેમને સૂચના આપી રહી છે. કથામાં કહેવાયું છે કે સુવર્ણમછા હનુમાનજીને જોતા જ તેમના પ્રેમમાં પડી ગઇ હતી. 

થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો

અને હનુમાનજી સુવર્ણમત્સ્યની મનની સ્થિતિ સમજી ગયા અને તેને સમુદ્રતળ પર લઈ ગયા અને પૂછ્યું, દેવી તમે કોણ છો? તેણે જવાબ આપ્યો કે તે રાવણની પુત્રી સુવર્ણમછા છે. ત્યારબાદ હનુમાનજીએ તેમને રાવણ દ્વારા કરવામાં આવેલા ખોટા કાર્યો વિશે જાણ કરી. ત્યારબાદ સુવર્ણમછાએ બધું સમજીને તમામ ખડકો પરત કર્યા અને પછી રામસેતુનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More