Home> Spiritual
Advertisement
Prev
Next

આવનારા 9 મહિના આ જાતકો માટે વરદાન સમાન, કેતુની ચાલ કરશે કમાલ

Ketu Transit 2024: રાહુ અને કેતુની ચાલ તમારા જીવનને અસર કરી શકે છે. કેતુની એક ચાલ તમને ફાયદો કે નુક્સાન કરાવી શકે છે. આ સમયે કન્યા રાશિમાં કેતુ પોતાની ઉલટી ચાલ ચાલી રહ્યાં છે. આવનારા મહિનામાં પણ કેતુ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જે કેટલાક જાતકોને સારો લાભ આપી શકે છે. 

આવનારા 9 મહિના આ જાતકો માટે વરદાન સમાન, કેતુની ચાલ કરશે કમાલ

Ketu Transit 2024: કેતુને માયાવી ગ્રહનો દરજ્જો પ્રાપ્ત છે. આ સમયે કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે. કેતુ ધીમી ગતિથી ગોચર કરે છે. પાછલા વર્ષે 30 ઓક્ટોબરે કેતુએ પોતાની વક્રી ચાલમાં કન્યા રાશિમાં ગોચર કર્યું હતું. હવે કેતુનું આગામી રાશિ પરિવર્તન 2025માં મે મહિનામાં સિંહ રાશિમાં થશે. કેતુની આ ચાલ કેટલાક જાતકો માટે ખુબ પોઝિટિવ માનવામાં આવી રહી છે. તેથી આવો જાણીએ ક ન્યા રાશિમાં બિરાજમાન કેતુ આવનારા 9 મહિનામાં આ જાતકોનું ભાગ્ય ચમકાવશે. 

fallbacks

મેષ રાશિ
2024માં કેતુની ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેવામાં મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થવાની છે. જીવનસાથી સાથે પ્રેમ સંબંધ મજબૂત રહેશે. વેપારમાં તમારે એવી યોજના બનાવવી જોઈએ, જે લાંબા સમય સુધી તમારા માટે રોકાણ લઈને આવે. પરિવાર સાથે સમય પસાર કરશો. જેથી તમને મોટો લાભ થવાની સંભાવના ચે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુનું આ ગ્રહ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. કેતુના શુભ પ્રભાવથી અટવાયેલા કામ થશે. ધનલાભનો યોગ પણ બની રહ્યો છે. તમારે ખોટા ખર્ચાથી બચવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય અને માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તણાવથી દૂર રહો. 

આ પણ વાંચોઃ આજે શુક્લ યોગનો શુભ સંયોગ વરસાવશે શિવજીની કૃપા, મીન સહિત આ 5 રાશિઓ છે લકી

કર્ક રાશિ
2024માં કેતુની સ્થિતિ કર્ક રાશિના જાતકો માટે લાભદાયક માનવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. ભાઈ-બહેન સાથે સંબંધોમાં આવી રહેલી ખટાસ દૂર થવા લાગશે. નાણા સાથે જોડાયેલા મામલામાં ધીમે ધીમે ઉકેલ આવી જશે. પરિવારના લોકોની સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન જરૂર રાખો. 

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More