નવી દિલ્હીઃ Marriage Remedies: લગ્ન એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. જો તમને સારુ જીવનસાથી મળે તો જીવન સારું બને, પરંતુ જો તમને યોગ્ય જીવનસાથી ના મળે તો જીવન નર્ક જેવું લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ છે. જો કોઈને કોઈ કારણસર તમારા લગ્ન દર વખતે અટકી જાય છે, તો તમારે હળદરનો આ સરળ ઉપાય કરવો જોઈએ, જેના કારણે તમે તમારા જીવનસાથીને જલ્દી મળી શક્શો. હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હળદરનો આ ઉપાય લગ્નજીવનમાં આવનારી અડચણોને દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે.
લગ્ન માટે ઉપાય
તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં એવા ઘણા ઉપાય છે જે આપણા જીવનને બદલી શકે છે. હિંદુ ધર્મમાં, જ્યાં સુધી વર અને કન્યા બંનેને હળદર લગાવવામાં ન આવે ત્યાં સુધી લગ્નને અધૂરા માનવામાં આવે છે. જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તમે હળદરનો ઉપાય કરી શકો છો. હળદરના ઉપાયો તમને ભાગ્યશાળી બનાવી શકે છે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી હળદરનું તિલક લગાવવાથી તમારી લગ્નની ઈચ્છા પૂરી થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઘરના મંદિરમાં બનાવો આ 4 પવિત્ર ચિન્હ, ખરાબ શક્તિઓનો આવી જશે અંત
ગુરૂ બૃહસ્પતિની કરો પૂજા
હિન્દુ ધર્મમાં ગુરુ બૃહસ્પતિને યુવતીઓના લગ્ન માટે સૂચક માનવામાં આવે છે. જો તમે તમારા જીવનસાથીને વહેલામાં વહેલી તકે મળવા માગો છો, તો કૃપા કરીને ગુરુની પૂજા કરો. ઓછામાં ઓછા 7 ગુરુવાર સુધી કરો, આનાથી તમારી લગ્નની ઈચ્છા પૂરી થશે.
આવી રીતે પૂરી થશે મનોકામના
સનાતન ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. જો તમે ગુરુવારે વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરશો તો તમને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે