Home> Spiritual
Advertisement
Prev
Next

Rudraksha Benefits: વિજ્ઞાને પણ માન્યું રુદ્રાક્ષ મટાડી શકે છે હાઈ બીપી સહિતના રોગ, હાર્ટ એટેકનું ટળે છે જોખમ

Rudraksha Benefits: ભગવાન શિવની પૂજા અને મંત્ર જાપ રુદ્રાક્ષ વિના અધુરા માનવામાં આવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોવાની સાથે વિજ્ઞાન એ પણ રુદ્રાક્ષનું મહત્વ માન્યું છે. વૈજ્ઞાનિક તારણોમાં પણ સાબિત થયું છે કે રુદ્રાક્ષ સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. રુદ્રાક્ષને લોકો રોગનાશક પણ કહે છે. 

Rudraksha Benefits: વિજ્ઞાને પણ માન્યું રુદ્રાક્ષ મટાડી શકે છે હાઈ બીપી સહિતના રોગ, હાર્ટ એટેકનું ટળે છે જોખમ

Rudraksha Benefits: હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. રુદ્રાક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે છે. ભગવાનની સાધના કરવા અને મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શિવની પૂજા અને મંત્ર જાપ રુદ્રાક્ષ વિના અધુરા માનવામાં આવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોવાની સાથે વિજ્ઞાન એ પણ રુદ્રાક્ષનું મહત્વ માન્યું છે. વૈજ્ઞાનિક તારણોમાં પણ સાબિત થયું છે કે રુદ્રાક્ષ સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. રુદ્રાક્ષને લોકો રોગનાશક પણ કહે છે. 

fallbacks

આ પણ વાંચો: વર્ષ 2024 માં શનિ આ 5 રાશિના લોકોનો કરશે બેડોપાર, રૂપિયાથી ઠસોઠસ ભરેલી રહેશે તિજોરી

રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી રોગ સામે લડવાની ક્ષમતા મળે છે. જે ઘરમાં ભગવાન શિવ મંદિરમાં બિરાજમાન હોય છે ત્યાં વ્યક્તિએ રુદ્રાક્ષની માળા શિવજીને ધારણ કરાવવી જોઈએ. વ્યક્તિ પોતે પણ રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી નીચે દર્શાવ્યા અનુસારના લાભ થાય છે.

રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા લાભ

આ પણ વાંચો: 3 પ્રકારે કરવામાં આવે છે એકાદશીનું વ્રત, જાણો દરેક પ્રકારનું વ્રત કરવાના નિયમ

- રુદ્રાક્ષ ધારણ કરવાથી વાત, પિત્ત અને કફની સમસ્યા રહેતી નથી. જે વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરે છે તે નિરોગી રહે છે . 

- ગર્ભવતી મહિલાઓ માટે રુદ્રાક્ષને અત્યંત લાભદાયી માનવામાં આવ્યો છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ત્વચા રોગ દૂર થઈ શકે છે. 

- બ્લડ પ્રેશર અને હૃદયના રોગીઓ માટે રુદ્રાક્ષ રામબાણ જેવું કામ કરે છે. જો કોઈ વ્યક્તિને હાઈ બીપી હોય તો તેને રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ તેનાથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ પંચમુખી રુદ્રાક્ષને પાણીમાં પલાળીને રાત્રે રાખે અને સવારે આ પાણી પીવે તો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો: 22 મહિના પછી સ્વરાશિમાં છે મંગળ, 3 રાશિના લોકો કમાશે કરોડો, સમાજમાં વધશે નામના

- રુદ્રાક્ષની માળા પહેરવાનથી હાર્ટ એટેક અને બ્રેનહેમરેજની સમસ્યા થવાનું જોખમ ઘટે છે. રુદ્રાક્ષ હૃદય પાસે રહે તો હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે જેના કારણે હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

- કેટલાક ઘરમાં બાળકો વારંવાર બીમાર પડતા હોય છે. તેવામાં બાળકને ત્રણ મુખી રુદ્રાક્ષ ગળામાં પહેરાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે. 

- હિસ્ટીરીયા, કોમા અને મહિલાઓની બીમારીઓમાં 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે આ સિવાય છ મુખી રુદ્રાક્ષ પણ આ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ રીતે પૂજા કરી પીપળાનું પાન રાખો પર્સમાં, નોટોથી ભરેલું રહેશે પર્સ, મળશે અઢળક ધન

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More