Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Vakri 2024: નવા વર્ષમાં આ રાશિઓ માટે શનિ ભારે, એક પછી એક અનેક કષ્ટ કરવા પડશે સહન

Shani Vakri 2024: વર્ષ 2024 માં શનિ કુંભ રાશિમાં જ પોતાની ચાલ બદલશે. શનિ વક્રી અવસ્થામાં 29 જૂન થી 15 નવેમ્બર સુધી રહેશે. જેના કારણે કેટલીક રાશિના લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે. તો ચાલો તમને પણ જણાવીએ કે વર્ષ 2024 માં કઈ કઈ રાશિના લોકોને શનિ કષ્ટ આપશે.

Shani Vakri 2024: નવા વર્ષમાં આ રાશિઓ માટે શનિ ભારે, એક પછી એક અનેક કષ્ટ કરવા પડશે સહન

Shani Vakri 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2024 કેટલીક રાશિના લોકો માટે સારું નથી. વર્ષ 2024 માં શનિ કુંભ રાશિમાં વક્રી થશે. જેની નકારાત્મક અસર કેટલીક રાશિના લોકોના જીવન પર પડશે. જ્યારે પણ શનિ વક્રી થાય છે ત્યારે તેના કારણે કેટલીક રાશિના લોકોને અશુભ પરિણામ ભોગવવા પડે છે. 

fallbacks

વર્ષ 2024 માં શનિ કુંભ રાશિમાં જ પોતાની ચાલ બદલશે. શનિ વક્રી અવસ્થામાં 29 જૂન થી 15 નવેમ્બર સુધી રહેશે. જેના કારણે કેટલીક રાશિના લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે. તો ચાલો તમને પણ જણાવીએ કે વર્ષ 2024 માં કઈ કઈ રાશિના લોકોને શનિ કષ્ટ આપશે.

આ પણ વાંચો: માઘ પૂર્ણિમા પર કરેલા આ ઉપાય ફળ આપે છે તુરંત, કુબેરના ખજાના જેટલું ધન આવશે

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને શનિદોષ અને ઢૈયાની અસરનો સામનો કરવો પડશે. વર્ષ 2024 આ રાશિના લોકો માટે કષ્ટકારી રહેશે. સ્વાસ્થ્યમાં સમસ્યાઓ થઈ શકે છે અને કાર્યમાં પણ બધા આવી શકે છે. વર્ષ 2024 માં ભાગ્ય તેમનો સાથ નહીં આપે. મહેનત કર્યા પછી પણ સફળતા નહીં મળે. આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: રાતોરાત અમીર બનાવે છે આ પાવરફુલ રત્ન, યોગ્ય વિધિથી ધારણ કરે તેને 24 કલાકમાં મળે ફળ

મકર રાશિ

આ રાશિના લોકોને વર્ષ 2024 માં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2023 ની જેમ વર્ષ 2024 માં પણ શનિની સાડાસાતીની અસર આ રાશિ પર રહેશે. આ વર્ષમાં આ રાશિના લોકો પર એક પછી એક સમસ્યા આવી શકે છે. આગામી વર્ષ ખર્ચાથી પરેશાન કરનાર રહેશે.

આ પણ વાંચો: નવા વર્ષના પહેલા દિવસે કરો કાળા ઘોડાની નાળનો આ ઉપાય, ખુશીઓથી ભરાયેલું રહેશે ઘર

કુંભ રાશિ

શનિ આ રાશિમાં જ વક્રી થશે જેના કારણે આ રાશિના લોકોને ઘણા બધા ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યને લઈને સમસ્યા થઈ શકે છે અને વેપારમાં પણ અસફળતા મળી શકે છે. આ સમય દરમિયાન તમે માનસિક રીતે પરેશાન રહેશો. આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More