Shadashtak Yog: જ્યોતિષશાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ અને શનિને ન્યાય કરનાર ગ્રહ કહેવાય છે. વર્ષ 2024 થોડા દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યું છે અને આ વર્ષમાં કેતુ કન્યા રાશિમાં રહેશે. જ્યારે 2024 માં શનિદેવ કુંભ રાશિમાં રહેશે. શનિ અને કેતુની આ સ્થિતિ 2024 માં ષડાષ્ટક યોગ બનાવી રહી છે. આ યોગના કારણે વર્ષ 2024માં દરેક રાશિના જીવન પર અસર પડશે. કેટલીક રાશિના લોકોને આ યોગનો લાભ થશે તો કેટલીક રાશિ પર અશુભ અસર જોવા મળશે. જોકે લાભની વાત કરીએ તો ચાર રાશિના લોકો એવા છે જેમને ષડાષ્ટક યોગથી ખૂબ જ ફાયદો થશે. આ રાશિના લોકોને એક પછી એક સારી ઓફર મળશે, નોકરીમાં પણ તેઓ વર્ષ 2024 દરમિયાન ઉંચા પદ પર પહોંચી શકે છે. આ રાશિના લોકોના જીવનમાં આવેલી બધી જ સમસ્યાઓ દૂર થવા લાગશે જાણે કોઈ જાદુ થયું હોય. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે વર્ષ 2024 માં શનિ અને કેતુ કઈ કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.
આ પણ વાંચો: મેષ રાશિની કાર્યક્ષેત્રે પ્રગતિ થશે, શાનદાર રહેશે આ 7 દિવસ, વાંચો સાપ્તાહિક રાશિફળ
ષડાષ્ટક યોગથી આ રાશિઓને થશે ફાયદો
વૃષભ રાશિ
શનિ અને કેતુ વૃષભ રાશિના લોકોને ખૂબ જ લાભ કરાવશે. આ રાશિના લોકો માટે વર્ષ 2024 ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષ દરમિયાન નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુદ્રઢ થશે. કારકિર્દીમાં સફળતા મળશે અને સમાજમાં પણ માન સન્માન વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ વર્ષ 2024 ખૂબ જ લાભકારી સાબિત થશે. શનિ અને કેતુ આ રાશિના જાતકોની બધી જ સમસ્યાઓ એક પછી એક દૂર કરી દેશે. આ વર્ષ દરમિયાન ધનની આવક વધશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
આ પણ વાંચો: એક પાન જગાડી દેશે સુતેલા ભાગ્યને, તમારા માટે ખુલી જશે કુબેરનો ખજાનો, કરો સરળ ઉપાય
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે વર્ષ 2024 સફળતાનું વર્ષ રહેશે. સમાજમાં માન-સન્માન વધશે અને કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
તુલા રાશિ
શનિ અને કેતુના ષડાષ્ટક યોગના કારણે તુલા રાશિના લોકો માટે વર્ષ 2020 ખૂબ જ શુભ રહેવાનું છે. આ રાશિના લોકોને નવી નોકરી મળશે. જે નોકરી ચાલી રહી છે તેમાં પ્રમોશન પણ મળી શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે
આ પણ વાંચો: 500 વર્ષ પછી સર્જાશે કુલદીપક રાજયોગ, આ 3 રાશિના લોકો વર્ષ 2024 માં ખૂબ કમાશે રુપિયા
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે