શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશિમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ કુંભ રાશિમાંથી તા. ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ મીન રાશિમા પ્રવેશ કરશે જે તા.૦૩/૦૬/૨૦૨૭ સુધી ભ્રમણ કરશે.
કોના પર લાગશે સાડા સાતી અને કોના પર ઢૈય્યા
- કર્ક અને વૃશ્ચિક રાશિને નાની પનોતી અઢી વર્ષની અને મકર રાશિ ને સાડાસાતી પૂર્ણ થશે.
- સિંહ અને ધન રાશિ ને અઢી વર્ષ ની નાની પનોતી શરૂ થશે.
- કુંભ રાશિને સાડાસાતીનો ત્રીજો તબ્બકો અને મીન રાશિને સાડાસાતીનો બીજો તબક્કો અને મેષ રાશિ ને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે.
શનિ નું ભ્રમણ દરેક રાશિને પાયા ના આધારે પણ ફલાદેશમાં ગણતરીમા લેવાતું હોય છે જે મુજબ મીન રાશિના શનિ ના ભ્રમણ મુજબ કઈ રાશિને કયો પાયો લાગશે તે પણ જાણો. કુંડળીમા ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે.
.. વૃષભ, તુલા, મીન રાશિ ને સોના નો પાયો
..મિથુન, કન્યા, મકર રાશિ ને તાંબા નો પાયો
.. કર્ક, વૃશ્ચિક, કુંભ રાશિ ને ચાંદીનો પાયો
.. મેષ, સિંહ, ધન રાશિ ને લોઢા નો પાયો ગણતરીમાં આવશે,
પનોતી હંમેશા નુકસાનકારક નથી!
શનીની પનોતી મા કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધા મા એક યુવતીને શનિની પનોતીમાં જ સ્પર્ધામા વિજય મળેલો, ગુજરાત ના એક મુખ્યમંત્રી ને શનિ ની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિ ની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરી મા પ્રમોશન, સારી ફેર બદલી, કામ મા પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે, માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાય ના કારક ગણીએ છે જે રાજા ને રંક અને રંક ને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.
મીન રાશિમાં શનિ ના ભ્રમણ દરમિયાન બાર રાશિ પર એક સામાન્ય ફળકથન :
મેષ : ધીરજ રાખવી, ઉશ્કેરાટ થી બચવું, કોઈપણ નવીન કાર્ય માટે આયોજન અને માર્ગદર્શન લેવું હિતાવહ છે, નોકરી વ્યવસાય ઘર માં સારી ફેરબદલી પણ સંભવિત છે
વૃષભ : મહેનત મુજબ ફળ મળશે કામકાજમાં સહયોગ મળે કોઈ અંગત પ્રશ્નો માટે સમાધાનકારી વલણ રાખશો તો કાર્ય પણ થઈ શકશે
મિથુન : કામકાજમાં પ્રગતિ કરાવે, જાહેર જીવનમાં વ્યવહારુ બનીને રહેવું, જીવનસાથી સાથે દલીલ ન કરવી
કર્ક : ધીરેધીરે કામકાજમાં પ્રગતિ થાય, મતભેદ ભૂલવાની તક મળે, આરોગ્ય બાબત સારો સુધારો જોવા મળે, કોઈ તણાવ રહેતો હોય તે ઓછો થાય અને થોડી શાંતિ મળે
સિંહ : ઉશ્કેરાટ ના રાખવો, વાતચીતમાં ધ્યાન રાખવું, નોકરી વ્યવસાય કે રહેઠાણ માં પણ ફેરબદલી થઈ શકે ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું.
કન્યા: અંગત પ્રશ્ન નું સમાધાન થાય, મન માં કોઈ વાતની શાંતિ નો અનુભવ થાય સહયોગ, સમાધાન રાખશો તો સારા કાર્ય પણ થઈ શકશે
તુલા : સંબંધ સુધારવાની તક મળે, વાસ્તવિકતા સ્વીકારવી લાભદાયક બને સેવા કાર્ય પણ થાય તેનો સંતોષ જોવા મળે
વૃશ્ચિક : ધીરજ રાખી કાર્ય કરવાથી કાર્ય ધીરેધીરે આગળ વધે અટકેલા કાર્ય માટે પ્રયત્ન કરવાથી પણ કાર્ય આગળ વધે કોઈ પસંદગી ની ખરીદી થાય
ધન : ધીરજ, શાંતિ રાખવી વાર્તાલાપ માં ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું દલીલ, જીદ ન કરવી હિતાવહ છે
મકર : રાહત અને શાંતિની લાગણી અનુભવાય, તમારી લાગણી અને કામકાજ ની કદર થાય ઉતાવળ વૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું
કુંભ : આરોગ્ય અને આર્થિક બાબતમાં સુધારો આવે કામકાજ માં મહેનત વધુ કરાવી કામકાજ નું ફળ મળે, શાંતિ જાળવવી
મીન : આરોગ્ય બાબત તકેદારી રાખવી, અતિ ઉત્સાહ, અતિ વિશ્વાસ ન રાખવું, ગેરસમજ થી બચવું અને વિવાદ ખટપટ થી દુર રહેવું.
ઉપાય : દરરોજ શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય
ડો. હેમિલ પી લાઠિયા
જ્યોતિષાચાર્ય
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે