Shani Gochar 2025 Rashifal: શનિ દર અઢી વર્ષે રાશિ બદલે છે. આ વખતે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. શનિ 29 માર્ચ 2025 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન 5 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. આ રાશિ માટે આવનારા અઢી વર્ષ ઘોર સંકટનું કારણ બનશે.
આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં સૂર્ય-મંગળ બદલી દેશે આ રાશિઓનું જીવન, કરિયર-વેપારમાં થશે પ્રગતિ
શનિના મીન રાશિમાં પ્રવેશથી 5 રાશિના લોકો પર ઢૈયા અને સાડાસાતીના અલગ અલગ ચરણ શરુ થશે. આ સમય અઢી વર્ષનો રહેશે અને કેટલીક રાશિઓને તો ભારે કષ્ટનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તમને જણાવીએ 29 માર્ચ 2025 પછીના દિવસો કઈ કઈ રાશિઓ માટે મુશ્કેલીભર્યા હોય શકે છે.
આ 5 રાશિઓનું જીવન કષ્ટથી ભરી દેશે શનિ
આ પણ વાંચો: જૂનું ફર્નીચર લેતા પહેલા સો વખત વિચારજો, ખરાબ વસ્તુ હશે તો ઘરનું ધનોત પનોત નીકળી જશે
મેષ રાશિ
શનિનું ગોચર થતા જ મેષ રાશિના લોકોની સાડાસાતીનું પ્રથમ ચરણ શરુ થઈ જશે. આ સમય ખૂબ જ કષ્ટકારી માનવામાં આવે છે. વેપારમાં સમસ્યાઓ આવી શકે છે. નોકરીમાં પણ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ વધશે. આ રાશિના લોકોને શનિ લોઢાના પાયે શારીરિક કષ્ટ પણ આપશે.
આ પણ વાંચો: શનિની સાડાસાતી અને ઢૈયાનો અશુભ પ્રભાવ થશે દુર, શનિશ્ચરી અમાસ પર કરી લેજો આ સરળ કામ
સિંહ રાશિ
શનિના રાશિ પરિવર્તથી સિંહ રાશિના લોકોની ઢૈયા શરુ થશે. શનિ લોઢાના પાયા પર રહેશે. જે માતાને કષ્ટ આપશે. આ સમય દરમિયાન બીમારી કે ઈજા પણ થઈ શકે છે તેથી સાવધાન રહેવું. દોડધામ રહેશે. શત્રુ હાવિ થશે. ધન હાનિ પણ થઈ શકે છે.
આ પણ વાંચો: Weekly Horoscope: મેષ, ધન સહિતની રાશિઓને આ અઠવાડિયે નાણાકીય લાભ થવાના યોગ
ધન રાશિ
ધન રાશિના લોકોની પણ ઢૈયા શરુ થશે. આ રાશિના લોકોને અનેક બાબતોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં લડાઈ-ઝઘડા વધી શકે છે. માનસિક તણાવ રહેશે. પૈસા પાણીની જેમ વહી જશે. શનિનો લોઢાનો પાયો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધારી શકે છે.
આ પણ વાંચો: Mangal Gochar 2025 : એપ્રિલ મહિનો 3 રાશિઓ માટે શુભ, છપ્પરફાડ ધન લાભ કરાવશે મંગળ
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે આ અઢી વર્ષ સાડાસાતીનું અંતિમ ચરણ હશે. શરુઆતનો સમય કષ્ટકારી હશે. પરંતુ ધીરેધીરે સ્થિતિ સામાન્ય થશે. આ સમય દરમિયાન વાહન સાવધાનીથી ચલાવવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉતાવળમાં નિર્ણય ન કરવો.
આ પણ વાંચો: Shani Dev: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય
મીન રાશિ
મીન રાશિના લોકોની સાડાસાતીનું બીજું ચરણ શરુ થશે જે સૌથી વધુ કષ્ટકારી માનવામાં આવે છે. શનિ મીન રાશિમાં રાહુ સાથે યુતિ કરશે તે પિશાચ યોગ બનાવે છે. આ સમય ભયંકર કષ્ટ આપનાર હોય શકે છે. બનતા કામ બગડી શકે છે. શારીરિક અને માનસિક કષ્ટ વધશે. કરિયરમાં સમસ્યા આવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે