Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Gochar 2025: શનિએ બદલી પોતાની ચાલ, કન્યા સહિત 3 રાશિના લોકોને હવે મળશે રાહત, સુધરશે આર્થિક સ્થિતિ

Shani Gochar 2025: ન્યાયના દેવતા શનિ ગ્રહ એ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કર્યો છે. શનિનું આ ગોચર રાશિચક્રની 3 રાશિઓ માટે વરદાન સમાન છે. આ રાશિઓને હવે શનિ દેવ કષ્ટથી રાહત આપશે અને માલામાલ પણ કરશે.
 

Shani Gochar 2025: શનિએ બદલી પોતાની ચાલ, કન્યા સહિત 3 રાશિના લોકોને હવે મળશે રાહત, સુધરશે આર્થિક સ્થિતિ

Shani Gochar 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવ ગ્રહનું અલગ અલગ મહત્વ છે. દરેક ગ્રહ તેની સ્થિતિમાં ફેરફાર કરે ત્યારે તેનો પ્રભાવ 12 રાશિઓ પર અલગ અલગ રીતે જોવા મળે છે. નવગ્રહમાં સૌથી શક્તિશાળી ગ્રહ શનિ છે તેવું માનવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિએ ચાલે છે જેના કારણે તેની ચાલમાં થયેલા ફેરફારની અસર પણ લાંબા સમય સુધી જીવન પર પડે છે. શનિ નિશ્ચિત સમય અવધિ પછી રાશિ અને નક્ષત્ર બદલે છે. હાલ શનિ મીન રાશિમાં બિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ તો 7 જૂન અને શનિવારે શનિ ગ્રહે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્ર શનિનું પોતાનું જ છે જેના કારણે 7 જૂન પછી કેટલીક રાશિના લોકોને બંપર લાભ મળવાની શરૂઆત થઈ જશે. આ લકી રાશિઓ કઈ છે ચાલો જાણીએ. 

fallbacks

આ પણ વાંચો:

કન્યા રાશિ 

ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં શનિનું ગોચર કન્યા રાશિ માટે લાભકારી સાબિત થઈ શકે છે. 7 જૂન પછી આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને અધૂરી ઈચ્છાઓ પૂરી થવા લાગશે. ભાઈ બહેનો સાથે સંબંધ સુધરશે. કરિયર અને બિઝનેસમાં પણ સારો એવો નફો મળી શકે છે. અત્યાર સુધી જે પણ મહેનત કરી હતી તેનું ફળ મળશે. લાંબા સમયથી કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તેનું સમાધાન મળી શકે છે. શનિના ગોચરથી દાંપત્યજીવન, પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થઈ શકે છે. આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થઈ શકે છે. લવ લાઈફ સારી રહેવાની છે. 

આ પણ વાંચો:

વૃશ્ચિક રાશિ 

શનિના નક્ષત્ર પરિવર્તનથી વૃશ્ચિક રાશિના લોકોની આવક વધી શકે છે. નવા સ્ત્રોત સામે આવી શકે છે. ભાઈ બહેનો સાથે સારો સંબંધ પસાર થશે. આ રાશિના લોકો પોતાની અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. કરિયરમાં પણ મહેનતની સરાહના કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ કામથી પ્રસન્ન થશે. આવકમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. અચાનક ધનલાભ મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની સંભાવના. લાંબા સમયથી જીવનમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તેનો અંત આવશે 

આ પણ વાંચો:

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થશે કે છે. આ રાશિના લોકોને શનિની સાડાસતીથી મુક્તિ મળી ગઈ છે અને હવે બગડેલા કામ ધીરે ધીરે બનવા લાગશે. શનિ પોતાના જ નક્ષત્રમાં આવી ગયા છે તેથી વધારે બળશાળી બન્યા છે. આ રાશિના લોકોને નવા વિચાર આવી શકે છે જે કારકિર્દીમાં લાભ કરાવી શકે છે. જીવનમાં આવેલી સમસ્યાનો નિરાકરણ મેળવવામાં સફળતા મળશે. વેપારમાં નફો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. સફળતા પ્રાપ્ત થશે. ધનની બચત કરવામાં સફળતા મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More