Shani Jayanti 2025: આ વર્ષે શની જયંતિ 27 મે 2025 ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હતો. શનિ જયંતી પર શનિદેવને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે. ખાસ કરીને જે લોકોની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તેમના માટે આ ઉપાય ફળદાયી નીવડે છે. આ ઉપાયો કરવાથી શનિદેવ શાંત થાય છે અને પનોતી દરમિયાન થતી પીડા ઓછી થઈ શકે છે.
આ પણ વાંચો: 7 રાશિના લોકો અત્યારથી સાવધાન થઈ જાય, ષડાષ્ટક યોગ ધન-સ્વાસ્થ્ય-પ્રતિષ્ઠાની હાનિ કરશે
આ વર્ષે 26 મે 2025 અને સોમવારે બપોર પછી અમાસની તિથિ શરૂ થશે. અમાસની તિથિની પૂર્ણાહુતિ મંગળવારે 27 મેના રોજ સવારે થશે. તેથી ઉદયાતિથિને ધ્યાને લેતા શનિ જયંતિ 27 મે 2025 અને મંગળવારે ઉજવવામાં આવશે.જે લોકોની સાડાસાતી અને ઢૈયા આ વર્ષથી જ શરૂ થઈ છે તેમણે શનિજયંતી પર શનિદેવને પ્રસન્ન કરવા ખાસ ઉપાય કરવા જોઈએ. શનિ જયંતિના દિવસે પૂજાનું મુહૂર્ત સવારે 9:01 મિનિટથી શરૂ થશે અને 10.40 મિનિટ સુધી રહેશે.
આ પણ વાંચો: સોમવારે આ વિધિથી પહેરો ચાંદીની વીંટી, શુક્ર-ચંદ્ર ગ્રહ થશે મજબૂત, પદ-પ્રતિષ્ઠા વધશે
શનિ જયંતિના ઉપાય
શનિ જયંતિ પર શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સારો અને સરળ ઉપાય છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી. કહેવાય છે કે જરૂરિયાત મંદ અને ગરીબ વ્યક્તિને મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે. જે લોકોની સાડાસાતી અને ઢૈયા આ વર્ષથી જ શરૂ થઈ છે તેઓ શનિ જયંતીના દિવસે લોઢાનું દાન કરે તો પણ સારું ગણાય છે.
આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ અક્ષય તૃતીયા પર પોતાની રાશિ પ્રમાણે કરો ખાસ ઉપાય
શનિ જયંતીના દિવસે છાયા દાન કરવું સર્વશ્રેષ્ઠ રહે છે. તેના માટે લોઢાનું પાત્ર લઈ તેમાં તેલ ભરી પોતાની છાયા તેમાં જોઈને તેલને પાત્ર સહિત દાન કરી દેવું. આ સાથે જ જયંતીના દિવસે આખો દિવસ વ્રત કરવું.
આ પણ વાંચો: મે મહિનામાં અમીર બનશે વૃષભ સહિત 3 રાશિવાળા, સૂર્યની રાશિમાં કેતુ કરશે પ્રવેશ
શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતિના દિવસે ગરીબોને કાળા કપડાં, અડદ, કાળા તલનું દાન પણ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે