Shani Grah: દંડાધિકારી શનિને જ્યોતિષમાં સૌથી ક્રૂર ગ્રહમાનવામાં આવે છે. કારણ કે શનિ ન્યાયના દેવતા છે. કુંડળીમાં શનિ અશુભ હોવાથી જાતકો પર કષ્ટ પડે છે. તેવામાં વ્યક્તિના કર્મ ખરાબ હોય છો શનિ ડબલ કષ્ટ આપે છે. તેથી એવા કર્મ ન કરવા જોઈએ, જે શનિદેવને પસંદ ન હોય. બાકી જીવન દુખોથી ભરાઈ જાય છે. જેથી શનિની નારાજગીથી બચવું જરૂરી છે.
શનિ કયા કામોથી નારાજ થઈ જાય છે?
શનિને એવા લોકો નાપસંદ હોય છે જે ખોટા કામ કરે છે. તેવા લોકોને શનિ શારીરિક, આર્થિક અને માનસિક રૂપથી કષ્ટ આપે છે. જાણતા અજાણતા એવા કામ ન કરો, જેનાથી શનિ દેવ નારાજ થઈ જાય. ખાસ કરી જ્યારે કુંડળીમાં શનિની સાડાસાતી-પનોતી કે મહાદશા ચાલી રહી હોય ત્યારે ભૂલમાં પણ આ કામ ન કરવા જોઈએ.
- ગરીબ, નિઃસહાય, મહેનતુ લોકો (શ્રમિકો) નું શોષણ ન કરો. પરંતુ તેની મદદ કરો. બાકી શનિના ગુસ્સાનો ભોગ બનવું પડશે.
- નશો, જુગાર રમવો, ખોટા કામ કરવાથી બજો. જે લોકો બીજા લોકોને છેતરી, છળ-કપટથી કે શોર્ટકટ રીતે પૈસાની કમાણી ન કરો. આવા પૈસા ખૂબ દુખ આપે છે અને તેનાથી ડબલ ધન બરબાદ કરી દે છે.
- શનિને ગંદકી પસંદ નથી. આળસ, કામચોરી કરનારને શનિ દેવ દંડ આપે છે.
- જે લોકો જાનવરો, વૃદ્ધો, વિકલાંગોનું અપમાન કરે છે કે તેને પરેશાન કરે છે તેના પર શનિની ક્રૂર દ્રષ્ટિ પડે છે.
- છેતરપિંડીથી પૈસા પડાવવા, સંપત્તિ પર કબજો કરવો, કોઈ ગરીબ-દુખીની હાય લેનાર જાતકને શનિ જીવતાજીવ નર્કના દર્શન કરાવી શકે છે.
આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ સૂર્યનું 'મહાગોચર', આ જાતકોની 30 દિવસ બલ્લે-બલ્લે, ધનલાભનો યોગ
શનિની નારાજગીનો સંકેત
શનિદેવ નારાજ થઈ જાય તો જાતકના મનમાં હંમેશા ડર, બેચેની, ગભરાહટ રહે છે. તેને હંમેશા આર્થિક નુકસાન થાય છે. ઘણીવાર એટલું નુકસાન થાય છે કે ધનવાન વ્યક્તિ અચાનક રોડ પર આવી જાય છે. થઈ રહેલા કામ અટવાય છે. હાડકા સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. વિકલાંગતા આવી શકે છે. ઘણીવાર કોર્ટ-કચેરીના ધક્કા શરૂ થઈ જાય છે. સંબંધોમાં વિવાદ થઈ શકે છે.
શનિને પ્રસન્ન કરવાના ઉપાય
શનિને પ્રસન્ન કરવા માટે ગરીબ-નિઃસહાયની બને એટલી મદદ કરો. શ્રમિકોનું સન્માન કરો. મહિલા-વૃદ્ધોનું સન્માન કરો. શનિવારે કાળી વસ્તુનું દાન કરો. તેનાથી સાડાસાતી અને પનોતીના દુખમાં રાહત મળે છે.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે