Home> Spiritual
Advertisement
Prev
Next

શનિની સાડેસાતી આવવા ના આ છે લક્ષણો, આ ઉપાયથી દૂર થશે સમસ્યા

 જ્યોતિષ શાસ્ત્રના અનુસાર માનવામાં આવે છે કે શનિ ભગવાન સાડા સાત વર્ષ સુધી તમારા ગ્રહની દશા ખરાબ કરે છે. તમારા જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાથી છૂટકારો મળશે. બસ તમારે કરવા પડશે આ ઉપાયો.

શનિની સાડેસાતી આવવા ના આ છે લક્ષણો, આ ઉપાયથી દૂર થશે સમસ્યા

ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યોતિષના અનુસાર શનિને ક્રૂર ગણવામાં આવે છે. વધુ પડતા લોકોને એ પણ ખબર નથી હોતિ કે શનિના પ્રભાવથી માત્ર ખરાબ દશા થતી હોય છે તે સંપૂર્ણ રીતે સાચુ નથી. દરેક વ્યક્તિને તેના કર્મોનો હિસાબથી તેનું ફળ મળે છે. જેના લીધે શનિને ન્યાયને દેવતા કહેવામાં આવે છે. જીવનમાં આવનારી સમસ્યાઓ અને લક્ષણોના આધારે તમે જાણી શકો છો કે શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ છે.

fallbacks

શનિની સાડાસાતી શું હોય છે?
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર માનવામાં આવે છે કે સાડા સાત વર્ષ સુધી ચાલનારી દિશાને શનિના ગ્રહની દિશા કહેવામાં આવે છે. અન્ય ગ્રહની તુલના પર શનિની ચાલ સૌથી ધીમી હોય છે. અને શનિ એક રાશિમાં ઓછામાં ઓછું અઢી વર્ષ સુધી રહે છે. ત્યાર પછી શનિ બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિ એક સાથે ત્રણ રાશિને પ્રભાવિત કરી શકે છે.

શનિની સાડાસાતીના હોય છે ત્રણ ચરણ:
શનિનું એક ચરણ અઢી વર્ષનું હોય છે. અને પહેલા ચરણમાં શનિથી વ્યક્તિ માનસિક રીતે થાય છે હેરાન. અને આ સમયમાં માનસિક તણાવ અને સ્વભાવમાં બદલાવ આવે છે. બીજા ચરણમાં આર્થિક અને શારીરિક સ્વરૂપથી  મુશ્કેલી પડે છે. અને અચાનક તમારા બનેલા કામ પણ બગડવા લાગશે. વધુ પડતો ખર્ચે પણ આવી શકે છે. તમને કોઈ મોટી બિમારી અથવા દુર્ઘટનાનો શિકાર થઈ શકે છે. ત્રીજા ચરણમાં શનિની સાડાસાતી સારી માનવામાં આવે છે. કેમ કે આ સમયમાં શનિદેવ તમારા નુકસાનની ભરપાઈ કરે છે.

જાણો શનિદેવની સાડાસાતીના લક્ષણો:
તમારી હથેડીઓના રંગ બદલાશે અથવા તો હથેડી પરની રેખાઓ વાદળી કે કાળા રંગની થઈ શકે. માથે પરની ચમક થઈ જશે ગાયબ અને લલાટ પર કાળા રંગ છાવવા લાગશે. તમને તમારી છબી ખરાબ થવાનો ડર હમેશા હેરાન કરશે. તમને વાત-વાત પર ગુસ્સો આવશે. તમારી વાણી- વિચારોમાં પરિવર્તન આવશે.

શનિની સાડાસાતીના ઉપાયો જણાવો:
શનિદેવ કર્મોના અનુસાર ફળ આપે છે અને દાન કરતા પુન પણ આપે છે. શનિવારના દિવસે લોખંડ કાળા ઉડદની દાળ અને તલ અથવા તો કાળા વસ્ત્રને દાન કરવા જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ શાંત રહે છે. અને તમારુ ખરાબ ઈચ્છતા નથી.

Covid-19 Recovery: કોરોનાના સંક્રમણ અને રિકવરી દરમ્યાન ભૂલથી પણ ખાઓ આ ચીજો, નહીં તો થશે ગંભીર નુકસાન

Madhubala અને Kishor Kumar ની Love Story, જાણો કઈ રીતે બાળપણના મિત્રો બની ગયા જીવનસાથી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More