Shani Margi 2025: વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શનિ વ્યક્તિને તેના કર્મ અનુસાર જ કષ્ટ આપે છે. શનિ જેટલા કષ્ટ આપે છે એટલા સુખ પણ આપી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ જ્યારે કૃપા કરે છે તો વ્યક્તિ રાતો રાત રંકમાંથી રાજા બની જાય છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 2 મે : મીન રાશિના લોકોને આજે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, આજનું રાશિફળ
શનિની સ્થિતિ જ્યારે પણ બદલે છે ત્યારે 12 રાશિઓની સાથે દેશ અને દુનિયા પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે. 30 વર્ષ પછી શનિ ગુરુની રાશિ મીનમાં ગોચર કરે છે. મીન રાશિમાં ગોચર કરતી વખતે શનિની સ્થિતિમાં ફેરફાર પણ થશે. જેમકે જુલાઈ મહિનામાં શનિ વક્રી થશે. શનિ 138 દિવસ સુધી વક્રી રહેશે અને પછી માર્ગી થશે. જ્યારે શનિ માર્ગી થશે ત્યારે 3 રાશિના લોકોને સફળતા સાતમા આસમાને હશે.
આ પણ વાંચો: Budh Gochar: મંગળની રાશિ મેષમાં બુધ કરશે પ્રવેશ, 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે
વૈદિક પંચાંગ અનુસાર શનિ 28 નવેમ્બરે સવારે 9:20 મિનિટે મીન રાશિમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાથી ત્રણ રાશીના લોકોને ભાગ્યનો સાથ મળવા લાગશે. રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં લાભ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સુધારાનું અનુભવ થશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને તેમને કેવા લાભ થશે વિસ્તારપૂર્વક જાણીએ.
આ પણ વાંચો: Chanakya Niti: ચાણક્ય નીતિની આ 4 વાતો અપનાવે તે જીવનના દરેક ક્ષેત્રમાં થાય સફળ
મિથુન રાશિ
મીન રાશિમાં શનિ માર્ગી થશે એટલે મિથુન રાશિના લોકો માટે લાભકારક સ્થિતિનું નિર્માણ થશે. કારણ કે શનિ આ રાશિના ભાગ્ય ભાવમાં માર્ગી થશે જેના કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે પૂરા થશે. નોકરી કરતા લોકોને આ સમય દરમિયાન લાભ થશે. કરેલા કામની પ્રશંશા થશે. નવી જવાબદારીઓ મળી શકે છે. પગાર પણ વધી શકે છે. વેપારમાં વૃદ્ધિ જોવા મળશે. રોકાણથી નફો થશે. જીવનમાં ખુશીઓ આવશે. વૈવાહિક જીવનની સમસ્યા સમાપ્ત થશે.
આ પણ વાંચો: મે મહિનામાં મંગળ બદલશે નક્ષત્ર, 3 રાશિઓનું સંચિત ધન વધશે, નોકરી-વેપાર માટે શુભ સમય
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ માર્ગી શનિ લકી સાબિત થશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધન લાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. શનિ છઠ્ઠા ભાવમાં માર્ગી થશે તેથી આ રાશિના લોકોને મહેનતનું ફળ મળશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ મજબૂત રહેશે. લાંબા સમયથી જે બીમારીઓ હતી તે દૂર થશે. પ્રોપર્ટી સંબંધિત વિવાદોમાં સફળતા મળશે.
આ પણ વાંચો: Ketu Gochar: મે મહિનામાં કેતુ કરશે ડબલ ગોચર, 3 રાશિઓને આકસ્મિક ધનલાભ કરાવશે કેતુ
મકર રાશિ
મકર રાશિ માટે પણ માર્ગી શનિ લાભકારી છે. આ રાશિના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થશે જેથી આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. આ રાશિના લોકો નાની-નાની યાત્રાઓ કરશે જેમાં તેમને અપાર લાભ થશે. વિદેશ જવાની તક પણ મળી શકે છે. ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત રહેશે. લાંબા સમયથી પેટ સંબંધિત સમસ્યા હતી તો તે દૂર થવા લાગશે. સ્વાસ્થ્ય સારું રહેશે. અગાઉ જે કામ માટે દડધામ કરી છે મહેનત કરી છે તેમાં હવે સફળતા મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે