Shani Gochar 2024: વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર અને બુધવારે છે. સૂર્યગ્રહણ બુધવારે રાત્રે 9.13 મિનિટે શરૂ થશે જે 3 ઓક્ટોબરે વહેલી સવારે 3.17 મિનિટ સુધી ચાલશે. 3 ઓક્ટોબર એ જ સૌથી મંદ ગતિએ ચાલતા ગ્રહ શનિ નક્ષત્ર પરિવર્તન પણ કરશે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પૂર્ણ થતાની સાથે જ મહત્વનું ગોચર થવાનું છે. શનિ નક્ષત્ર પરિવર્તન 3 ઓક્ટોબરે બપોરે 12.10 મિનિટે કરશે. શનિ ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો: સર્વ પિતૃ અમાસ પર સૂર્ય ગ્રહણ, આ વસ્તુઓનું દાન કરી દેશો તો એક ઝાટકે દુર થશે સમસ્યાઓ
શતભિષા નક્ષત્ર રાહુનું નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં 27 ડિસેમ્બર 2024 સુધી શનિ ગોચર કરશે. 27 ડિસેમ્બરે રાત્રે 10.42 મિનિટે શનિ ફરીથી નક્ષત્ર પરિવર્તન કરશે. નક્ષત્ર પછી શનિ ગ્રહો પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યગ્રહણ પછી શનિના નક્ષત્ર પરિવર્તનની ત્રણ રાશિના લોકો પર પોઝિટિવ અસર થશે. શનિના નક્ષત્ર પરિવર્તનથી ત્રણ રાશિઓ માલામાલ થશે.
શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિને થશે લાભ
આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ વૃષભ રાશિમાં વક્રી થશે, નવરાત્રીથી સાતમા આસમાને હશે 4 રાશિના લોકો
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે 3 ઓક્ટોબર પછીનો સમય સૌથી સારો સમય રહેશે. આ રાશિના લોકોના દિવસો બદલી જશે. શનિના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોના જીવનમાં સુધારો આવશે. કામકાજમાં પ્રગતિ થશે અને આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. સમાજમાં માન સન્માન વધશે.
આ પણ વાંચો: Weekly Horoscope: ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં આ 5 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થશે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. વેપારીઓને વેપારમાં પ્રગતિ થશે. સંબંધોમાં મીઠાશ આવશે. સમજદારીથી લીધેલો નિર્ણય લાભકારી સાબિત થશે. શનિ ગ્રહના રાહુના નક્ષત્રમાં પ્રવેશથી નવી તકો સામે આવી શકે છે.
આ પણ વાંચો: 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે
ધન રાશિ
ધન રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ફળદાયી રહેશે. પૈસાની તંગીથી છુટકારો મળશે. બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારમાં ધન લાભ થશે. કામકાજ સારું ચાલશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે