Home> Spiritual
Advertisement
Prev
Next

Pishach Yog 2025: આવનારા 50 દિવસ ખુબ ભારે, દુનિયામાં ભારે ઉથલપાથલના સંકેત, એક રાશિને રાહત બાકી બધા રહે સાવધાન...ખાસ જાણો આ ભવિષ્યવાણી

Prediction 2025: વર્ષ 2025માં બનનારો પિશાચ યોગ એક દુર્લભ જ્યોતિષીય ઘટના છે. જે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા, વેપારી સંકટ અને રાજકીય ઉથલપાથલનો સંકેત આપે છે. તમામ રાશિઓ પર તેની કેવી અસર રહેશે તે પણ જાણો. 

Pishach Yog 2025: આવનારા 50 દિવસ ખુબ ભારે, દુનિયામાં ભારે ઉથલપાથલના સંકેત, એક રાશિને રાહત બાકી બધા રહે સાવધાન...ખાસ જાણો આ ભવિષ્યવાણી

જ્યોતિષમાં પિશાચ યોગને ખુબ જ ખતરનાક અશુભ યોગ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિ અને રાહુ એક જ ઘરમાં હોય ત્યારે પિશાચ યોગ બને છે. આ ઉપરાંત કેટલીક અન્ય સ્થિતિઓમાં પણ પિશાચ યોગ બનતો હોય છે. જેમ કે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીના પહેલા ભાવમાં રાહુ અને ચંદ્રમા, પાંચમા ભાવમાં શનિ અને નવમાં ભાવમાં મંગળ હોય. આ સાથે જ આ પ્રકારની સ્થિતિઓમાં પણ પિશાચ યોગ બનતો હોય છે જેમ કે...

fallbacks

- જ્યારે ચંદ્રમા પર રાહુ અને શનિની દ્રષ્ટિ હોય
- મંગળ, રાહુ અને શનિની યુતિ એક સાથે હોય
- ચંદ્રમા કેતુ અને શનિ એક જ સ્થાન પર હોય. 
- કુંડળીમાં રાહુ અને કેતુનો સંબંધ બીજા કે ચોથા ભાવમાં થઈ જાય. 

આ વર્ષે 29 માર્ચ 2025ના રોજ આ યોગ બનવા જઈ રહ્યો છે. રાહુ, શનિ અને સૂર્યના વિશેષ સંયોગથી આ યોગ પ્રભાવી હશે જે મીન રાશિમાં બની રહ્યો છે. આ યોગનો પ્રભાવ લગભગ 50 દિવસ સુધી જોવા મળી શકે છે. એવું જોવા મળ્યું છે કે ભૂતકાળમાં જ્યારે જ્યારે આ પ્રકારની સ્થિતિ બની છે ત્યારે દેશ દુનિયામાં કેટલીક મોટી ઘટનાઓ જોવા મળી છે. આ યોગ દરમિયાન પૂર્વમાં જે પણ મોટી ઘટનાઓ ઘટી તે પણ જાણીએ. 

ઈતિહાસમાં પિશાચ યોગ અને તેનો પ્રભાવ

1. 1930-1931 (મહામંદી અને વિશ્વ યુદ્ધના સંકેત)

- પિશાચ યોગ દરમિયાન આર્થિક મંદી ચરમસીમાએ હતી. 
- શેર બજાર ધ્વસ્ત થયું જેના કારણે આર્થિક સંકટ પેદા થયું હતું. 
- યુદ્ધ અને રાજનીતિક અસ્થિરતાની શરૂઆત થઈ, જેણે દ્વિતિય વિશ્વ યુદ્ધનો આધાર તૈયાર કર્યો. 

2. 1986-1987 (વૈશ્વિક આર્થિક સંકટ અને આતંકવાદી ઘટનાઓ)

- દુનિયાના અનેક શેર બજારોમાં ભારે કડાકો જોવા મળ્યો. 
- રાજકીય વિદ્રોહ અને અસ્થિરતાનો દોર શરૂ થયો.
- ચેરનોબિલ પરમાણુ દુર્ઘટના (26 એપ્રિલ 1986) આ દરમિયાન ઘટી, જ્યારે પિશાચ યોગ મીન રાશિમાં હતો. 
- આ સમયે રાહુ અને શનિની યુતિની સાથે મંગળ વક્રી હતો, જેનાથી પરમાણુ આફત ઘટી. 

3. 2008-2009 ( વૈશ્વિક આર્થિક સંકટ અને રાજનીતિક ફેરફાર)

- અમેરિકામાં સબપ્રાઈમ ક્રાઈસિસ થઈ, જેનાથી આર્થિક મંદી આવી.
- અનેક સરકારોનું પતન થયું અને આર્થિક નીતિઓમાં ફેરફાર આવ્યા. 
- બેરોજગારી, મોંઘવારી અને અસ્થિરતામાં વધારો થયો. 

2025માં સંભવિત વૈશ્વિક પ્રભાવ

શેર બજાર અને બેંકિંગ સંકટ

- રાહુ અને શનિની યુતિથી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ પર દબાણ વધશે. 
- અમેરિકા, યુરોપ અને એશિયાના શેર બજારોમાં અસ્થિરતા વધશે. 

યુદ્ધ અને વિદ્રોહની શક્યતા

- રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધી શકે છે. 
- એશિયાઈ દેશોમાં રાજકીય અસ્થિરતા આવી શકે છે. 

ફુગાવો અને ખાદ્ય સંકટ

-અનાજ અને ઉર્જા સ્ત્રોતોની કિંમતોમાં ભારે વધારો જોવા મળી શકે.
- વૈશ્વિક સ્તર પર આર્થિક દબાણ વધે

જળવાયુ અને કુદરતી આફતો

- ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને સુનામી જેવી ઘટનાઓની સંભાવના વધી શકે છે. 
- ગ્લોબલ વોર્મિંગથી જળવાયુ પરિવર્તન વધુ ચરમસીમાએ આવી શકે છે. સમુદ્રમાં કેટલીક મોટી હલચલ જોવા મળી શકે છે. કારણ કે મીન રાશિ એક જળતત્વની રાશિ છે. 

ગ્રહોની સ્થિતિ અને પિશાચ યોગનો સમયગાળો
પિશાચ યોગનો સમયગાળો- 29 માર્ચ 2025 થી 18 મે 2025 સુધી રહેશે. આ દરમિયાન તે સૌથી વધુ પ્રભાવી રહી શકે છે. 

વૈશ્વિક આર્થિક પ્રભાવ

- શેર બજારમાં ભારે કડાકાના સંકેત
- રાહુ અને શનિની યુતિ અસ્થિરતા અને અનિશ્ચતતાને જન્મ આપી શકે છે. 
- રોકાણકારોને ભારે નુકસાન થઈ શકે છે. 
- ડોલર, યુરો અને ભારીય રૂપિયામાં અસ્થિરતા વધી શકે છે. 

ઓઈલ અને ઊર્જા સંકટ

- શનિ અને રાહુના સંયોગથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે. 
- રશિયા, મધ્ય પૂર્વ અને અમેરિકામાં ઉર્જા સંકટ વધી શકે છે. 

- ફુગાવામાં વધારો

- ખાદ્ય પદાર્થો, ધાતુઓ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ વધી શકે છે. 
- જનતા પર આર્થિક બોજો વધશે. 

- ટેક્નોલોજી અને આઈટી સેક્ટર પર અસર

- રાહુનો પ્રભાવ ડિજિટલ ડેટામાં હેકિંગ અને સાઈબર ક્રાઈમ વધારી શકે છે. 
- મોટી ટેક કંપનીઓએ પડકારોનો સામનો કરવો પડી શકે. 

બેંકિંગ અને નાણાકીય સંકટ

- બેંકોમાં કૌભાંડ, ફ્રોડ અને નાણાકીય અનિયમિતતાઓનું જોખમ વધી શકે છે. 

- ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઉતાર ચડાવ રહી શકે. 

તમામ રાશિઓ પર શું અસર પડી શકે

- મેષ રાશિ- રોકાણમાં નુક્સાન, કરિયરમાં ફેરફાર

- વૃષભ રાશિ- વેપારમાં અસ્થિરતા, સંપત્તિ વિવાદ

- મિથુન રાશિ- વિદેશી સંબંધોમાં મુશ્કેલી, સ્વાસ્થ્ય સમસ્યાઓ

- કર્ક રાશિ- કૌટુંબિક તણાવ, કરિયરમાં પડકાર

- સિંહ રાશિ- ધન હાનિ, સરકાર  સંબંધિત કાર્યોમાં વિધ્ન

- કન્યા રાશિ- માનસિક તણાવ, સંબંધોમાં તિરાડ

- તુલા રાશિ- ભાગ્યમાં ઉતાર ચડાવ, ધન હાનિ

- વૃશ્ચિક રાશિ- અચાનક ધનલાભ, પરંતુ સ્વાસ્થ્ય ચિંતા

- ધનુ રાશિ- લાંબી મુસાફરીના યોગ, કાનૂની વિવાદ

- મકર રાશિ- સરકારી લાભ, પરંતુ શત્રુ પક્ષ મજબૂત થાય

- કુંભ રાશિ- કરિયરમાં ફેરફાર, વિદેશમાં સફળતા

- મીન રાશિ- ખર્ચા વધશે, પરંતુ આર્થિક લાભ પણ થશે. 

વેદ, પુરાણ, અને જ્યોતિષ ગ્રંથમાં પિશાચ યોગ પર શું લખેલું છે?

1. બૃહદ સંહિતા (વરાહ મિહિર)

"राहुयुक्ते शनि भौमे, दोषं कुर्याद भयं महत्. अर्थनाशं जनयेत्, राष्ट्रे च व्याधि संकटम्.." એટલે કે રાહુ, શનિ અને મંગળનો સંયોગ મોટું આર્થિક સંકટ અને મહામારી લાવી શકે છે. )

2. મહાભારત અને ભવિષ્ય પુરાણ

"यदा राहुः शनैश्च संयोगं लभते, तदा भूमौ महा संकटं भवति.." એટલે કે જ્યારે રાહુ અને શનિ સંયોગ કરે છે ત્યારે પૃથ્વી પર મોટી ઉથલ પાથલ થાય છે. 

સમાધાન અને ઉપાય 

- રાહુ શનિના દુષ્પ્રભાવથી બચવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરો. 
- રોજ મહામૃત્યુંજય મંત્ર જાપ કરો.
- કાળા તલ અને સરસવના તેલનું દાન કરો. 
- રાહુ અને શનિ સંબંધિત ગ્રહોની શાંતિ માટે નીલમ અને ગોમેદ રત્નો પહેરો. 
- શિવલિંગ પર જળ ચડાવો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More