Home> Spiritual
Advertisement
Prev
Next

Guru-Shani દેખાડશે પોતાનો કમાલ, 2024ની સરૂઆત આ રાશિઓ માટે વરદાન સમાન

શનિ અને ગુરૂની શુભ સ્થિતિ થવાથી જીવનમાં લાભ જ લાભ મળે છે. તો કાલે ગુરૂની ચાલ બદલવાથી આવનારૂ વર્ષ 2024 કેટલાક જાતકો માટે ખાસ રહેવાનું છે. 
 

Guru-Shani દેખાડશે પોતાનો કમાલ, 2024ની સરૂઆત આ રાશિઓ માટે વરદાન સમાન

Shani Rashifal Guru Gochar: વર્ષના અંતમાં ગુરૂ પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. કાલ એટલે કે 31 ડિસેમ્બરે દેવગુરૂ બૃહસ્પતિ ચાલ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. તો શનિ દેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન રહેશે. બંને ગ્રહોની સ્થિતિ જ્યારે શુભ થાય છે તો વ્યક્તિનું જીવન આનંદમય થઈ જાય છે. ગુરૂ મેષ રાશિમાં માર્ગી થવાના છે. તેથી આવો જાણીએ 2024માં કયાં રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની સ્થિતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

fallbacks

મિથુન રાશિ
શનિ અને ગુરૂની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. બિઝનેસ કરી રહેલા લોકોને પ્રોફિટ થશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. સાથે ઘર-પરિવારના સભ્યોનો સાથ મળશે.

મેષ રાશિ
ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન રહી ભાગ્ય ભાવ પર દ્રષ્ટિ પાડશે. ગુરૂની શુભ સ્થિતિને કારણે તમને દરેક કામમાં સફળતા મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. શનિ તમારા 11માં ભાવ પર દ્રષ્ટિ પાડશે અને પોતાની કૃપા વરસાવશે. તેવામાં તમે તંદુરસ્ત રહેશો અને તણાવ દૂર રહેશે. 

આ પણ વાંચોઃ વર્ષ 2024માં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, દરેક કામમાં મળશે ભાગ્યનો સાથ

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની ચાલમાં શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. યાત્રા પર જવાની સંભાવના નજર આવી રહી છે. તમે દરેક કામ મહેનત સાથે પૂરુ કરશો. કરિયરમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જે વધુ દિવસ ટકશે નહીં. આર્થિક સ્થિતિ મજબૂત અને સ્ટેબલ બનેલી રહેશે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More