Shani Shukra Yuti: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 પહેલા ગ્રહોનું અનોખો સંયોગ બનવા જઈ રહ્યો છે. 28 ડિસેમ્બરે શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. વર્ષ 2024 પૂરું થાય તે પહેલા જ કુંભ રાશિમાં શુક્ર અને શનિની મહાયુતિ બનશે. આ અદભુત ખગોળીય ઘટનાની રાશિ ચક્રની 4 રાશિઓ પર સકારાત્મક અસર થશે. તો ચાલો તમને જણાવીએ શુક્ર અને શનિની અદભુત યુતિ કઈ કઈ રાશિને લાભ કરાવશે.
આ પણ વાંચો: રોટલી બનાવતી વખતે પાટલીનો અવાજ ન આવે તેનું રાખવું ધ્યાન, આ ભુલ કરી શકે છે કંગાળ
વૃષભ રાશિ
શુક્ર અને શનિ યુતિ વૃષભ રાશિના લોકોને કારકિર્દીમાં ઉન્નતિ કરાવશે. વેપારમાં ભાગીદારોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે. કાર્ય સ્થળ પર અધિકારીઓનું સમર્થન પ્રાપ્ત થશે. સરકાર તરફથી સાથ સહકાર મળવાની સંભાવના.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે પણ શનિ અને શુક્રની મહાયુતિ લાભકારી સિદ્ધ થશે. અટકેલા પૈસા પરત મળશે અને ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે. કર્ક રાશિના લોકો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
આ પણ વાંચો: 2025 માં ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિને થશે બંપર લાભ, આ તારીખથી પલટી મારશે ભાગ્ય
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શુક્ર અને શનિની યુતિ અત્યંત શુભ છે. નવું ઘર કે જમીનની ખરીદીના યોગ બની શકે છે. પરિવારનો સહયોગ મળશે. રોગથી છુટકારો મળવાની સંભાવના. કારકિર્દીમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકોનું પદ વધી શકે છે.
આ પણ વાંચો: Weekly Horoscope: કર્ક અને મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યશાળી
મકર રાશિ
મકર રાશિના લોકોને શનિ અને શુક્ર રોજગાર અને કરિયરમાં નવી સંભાવનાઓ અપાવશે. અવિવાહિત જાતકોના વિવાહના યોગ બની શકે છે. વેપારમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. સુખ અને ઐશ્વર્યના સાધન પ્રાપ્ત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે