Shani Uday Rashifal: શનિ દેવ એ માર્ચ મહિનાના અંતે રાશિ બદલી છે. શનિ હવે મીન રાશિમાં ગોચર કરે છે પરંતુ અત્યારે તે અસ્ત અવસ્થામાં છે. જ્યાં સુધી કોઈ પણ ગ્રહ અસ્ત અવસ્થામાં હોય છે ત્યારે તે શુભ ફળ આપવામાં અસમર્થ હોય છે. કારણકે અસ્ત અવસ્થામાં ગ્રહ નબળી સ્થિતિમાં હોય છે.
આ પણ વાંચો: બસ 10 દિવસની વાર પછી આ 7 રાશિઓનો દબદબો વધશે, સૂર્ય-શુક્રનો યોગ રાતોરાત ચમકાવશે ભાગ્ય
શનિ પણ હાલ અસ્ત અવસ્થામાં છે પરંતુ 9 એપ્રિલ 2025 અને બુધવારથી શનિ ગ્રહ ઉદય થઈ જશે. શનિ ગ્રહ અઢી વર્ષ પછી મીન રાશિમાં ગોચર કરે છે પરંતુ અસ્ત અવસ્થામાં હોવાથી રાશિઓને તેનું શુભ ફળ મળતું ન હતું પરંતુ 9 એપ્રિલથી શનિ ફરીથી શક્તિશાળી અવસ્થામાં આવી જશે અને પાંચ રાશિના લોકોને કર્મ અનુસાર ફળ આપવામાં સમર્થ થઈ જશે.
શનિ ઉદયની રાશિઓ પર અસર
આ પણ વાંચો: મિથુન રાશિમાં 12 વર્ષ પછી સર્જાશે બુધ ગુરુની મહાયુતિ, 3 રાશિઓની વધશે જાહોજલાલી
શનિ ગ્રહ આ વખતે 40 દિવસ સુધી અસ્ત અવસ્થામાં રહેશે. 9 એપ્રિલ એ ઉદય થયા પછી શનિની અસર દરેક રાશિને થશે. પાંચ રાશિના લોકોને શનિ ઉદય થયા પછી સૌથી વધુ લાભ કરાવશે તેવા યોગ જણાય છે. શનિનું ઉદય થવું આ 5 રાશિના લોકો માટે શુભ રહેશે. આ 5 રાશિના લોકોને 9 એપ્રિલથી લાભ મળવાની શરૂઆત થઈ જશે.
આ પણ વાંચો: Rahu Gochar 2025: 4 રાશિઓ માટે શાનદાર સમય શરુ થવાનો છે, રાહુ રાશિ બદલી બનાવશે ધનવાન
વૃષભ રાશિ
શનિનું ઉદય થવું વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત. કારકિર્દીમાં વૃદ્ધિ થશે અને વેપારમાં પણ સફળતા મળશે. શનિના શુભ પ્રભાવથી પ્રયત્નશીલ લોકોને મહેનતનું ઉચિત ફળ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામમાં પણ તેજી આવશે. આર્થિક સ્થિતિ સુધરશે. કાર્યક્ષેત્રમાં સન્માન અને પ્રશંસા પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: મીન રાશિમાં સર્જાયેલી સૂર્ય, શનિ, શુક્રની યુતિ 3 રાશિઓ માટે સૌથી ખરાબ, સમય ભારે
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે પણ શનિનું ઉદય થવું લાભકારી છે. તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તનના સંકેત દેખાય છે. શનિના ઉદય થવાથી મિથુન રાશિના લોકો માટે શિક્ષા પરિવાર અને કાર્યની સ્થિતિમાં સુધારો જોવા મળશે. કરેલા પ્રયત્નોનું સારું ફળ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લાંબા સમયથી જે સમસ્યાઓ ચાલી રહી હતી તેનું સમાધાન થશે.
આ પણ વાંચો: સૂર્યનું ગોચર થતાં જ આ લોકોની આવક ડબલ થશે, મિથુન સહિત 5 રાશિઓને છપ્પરફાડ ધનલાભ થશે
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે પણ શનિનું ઉદય થવું લાભકારી છે. વ્યક્તિગત જીવનમાં સંતુલન જળવાશે. લાંબા સમયથી જે સમસ્યા આવી રહી હતી તે શનિના ઉદય થવાથી દૂર થઈ જશે. નવી તકો પ્રાપ્ત થશે. કાર્ય સ્થળ પર સફળતા મળી શકે છે. શૈક્ષણિક ક્ષેત્રે લાભ થશે. કરેલા પ્રયત્નોનું સકારાત્મક ફળ મળશે.
આ પણ વાંચો: Shani Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે શનિનો મહાસંયોગ, અમીર બનશે 4 રાશિઓ
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ શનિનું ઉદય થવું લાભકારી છે. કારણ કે શનિ આ રાશિનો સ્વામી ગ્રહ છે. તેથી ઉદય થયા પછી આ રાશિને કર્મોનું ફળ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. જુના વિવાદ દૂર થશે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી આ તારીખે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિઓના ભાગ્ય ઉઘડી જશે
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પણ શનિનો ઉદય થવું સમૃદ્ધિ અને સફળતા આપનાર સાબિત થશે. આ સમય દરમિયાન કર્મોનું ફળ મળતું દેખાશે. જે લોકો નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેમને લાભ મળશે. શનિના પ્રભાવથી આર્થિક સ્થિતિ સ્થિર થશે. માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ વધારનાર સમય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે