Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Vakri 2023: આ તારીખે શનિ થશે વક્રી, 139 દિવસ સુધી 3 રાશિઓને કરાવશે ફાયદો

Shani Vakri 2023: હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આગામી 17 જુને કુંભ રાશિમાં શનિ વક્રી થશે. આ અવસ્થામાં તે 139 દિવસ રહેશે. શનિના વક્રી થવાથી ત્રણ રાશીના લોકોને સુખદ પરિણામ પ્રાપ્ત થશે.

Shani Vakri 2023: આ તારીખે શનિ થશે વક્રી, 139 દિવસ સુધી 3 રાશિઓને કરાવશે ફાયદો

Shani Vakri 2023: વૈદિક જ્યોતિષમાં શનિદેવને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેમને ન્યાયના દેવતા અને દંડાધિકારી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ વ્યક્તિના કર્મ અનુસાર તેને શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. શનિ સૌથી ધીમી ચાલે ગતિ કરે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જતા શનિદેવને અઢી વર્ષનો સમય લાગે છે. હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આગામી 17 જુને કુંભ રાશિમાં શનિ વક્રી થશે. આ અવસ્થામાં તે 139 દિવસ રહેશે. શનિના વક્રી થવાથી ત્રણ રાશીના લોકોને સુખદ પરિણામ પ્રાપ્ત થશે.

fallbacks

આ પણ વાંચો:

Budh Dosh: બુધ દોષના કારણે કરજમાં થાય છે વધારો, આ શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી મળશે રાહત

પૈસા ગણતી વખતે કરેલી આ ભુલ વ્યક્તિને કરે છે કંગાળ, જીવનભર ખિસ્સા રહે છે ખાલી

અહીં હવામાન વિભાગ નહીં મંદિર કરે છે વરસાદની આગાહી, મંદિર જણાવે છે કેવું રહેશે ચોમાસુ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને વક્રી શનિ શુભ પરિણામ આપશે. શનિ આ રાશિના નવમાં ભાવમાં ભ્રમણ કરશે અને 139 દિવસ સુધી આ રાશિમાં વિરાજમાન રહેશે. આ સમય દરમિયાન મિથુન રાશિ ના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને અધૂરા કામ પુરા થશે. નવા કામની શરૂઆત માટે પણ સારો સમય રહેશે. પરિવાર સાથે સંબંધ મધુર થશે. 

તુલા રાશિ

શનિ તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. શનિ આ રાશિના પાંચમા ભાવમાં વક્રી થશે. તુલા રાશિના લોકો માટે આ સમય લાભદાયી સિદ્ધ થશે. તેમને અચાનક ધન લાભ પ્રાપ્ત થશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. લવ લાઇફમાં સફળતા મળશે. પ્રોપર્ટી સંબંધિત કામમાં ફાયદો થશે.

ધન રાશિ

શનિ વક્રી થઈને ધન રાશિના જાતકોને ફાયદો કરાવશે. આ રાશિના ત્રીજા ભાવમાં શનિ ગોચર કરશે. જેના કારણે આ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકોને શુભ સમાચાર મળશે. ધનની આવક વધશે અને બચત પણ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More