Vakri Shani And Guru Uday Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે વક્રી થાય છે, અસ્ત થાય છે અને ઉદય થાય છે. જુલાઈ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. કારણ કે 7 જુલાઈ 2025 ના રોજ ગુરુ ગ્રહ ઉદય થશે અને 13 જુલાઈ 2025 ના રોજ શનિ દેવ વક્રી થશે. ગુરુ ગ્રહ 12 વર્ષ બાદ મિથુન રાશિમાં ઉદય થશે. જેના કારણે આ સમય કેટલીક રાશિઓ માટે ખાસ બની જશે. આ રાશિઓનું ભાગ્ય 7 જુલાઈથી પલટી મારશે. તેમને કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. વિદેશ યાત્રા તેમજ સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે એ લકી રાશિઓ ?
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 7 જુલાઈ: મેષ થી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે સોમવાર જાણો
વૃષભ રાશિ
શનિદેવનું વક્રી થવું અને ગુરુનો ઉદય વૃષભ રાશિના લોકોને લાભ કરાવશે. ગુરુ આ રાશિના બીજા ભાવમાં ઉદય થયો છે અને શનિ 11 માં ભાવમાં વક્રી થશે. જેથી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સમય આ રાશિ માટે રોકાણની દ્રષ્ટિએ શુભ છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને નવા સંપર્ક લાભકારી સિદ્ધ થશે. કરિયરમાં પ્રગતિ થવાની સંભાવના છે અને મહેનતનું ફળ પણ મળશે. પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશીઓ રહેશે. વાણીમાં પ્રભાવ વધશે જેના કારણે લોકો તમારાથી ખુશ થશે.
આ પણ વાંચો: મિથુન, કર્ક રાશિના જાતકોનું આ અઠવાડિયું શુભ રહેશે, મેષ-વૃષભ રાશિઓએ સંભાળીને રહેવું
તુલા રાશિ
શનિ આ રાશિના છઠ્ઠા સ્થાને વક્રી થશે અને ગુરુ આ રાશિના ભાગ્ય સ્થાનમાં ઉદિત થશે. આ સમયે કોર્ટ કચેરી સંબંધિત મામલે સફળતા મળશે. આ સાથે જ કાર્યોમાં સફળતા મળશે અને ભાગ્ય સાથ આપશે. કરિયરમાં નવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય વધારે નફો કમાવાનો રહેશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. યાત્રા થઈ શકે છે.
આ પણ વાંચો: 8 જુલાઈએ શુક્ર બદલશે નક્ષત્ર, વૃષભ સહિત 4 રાશિવાળાઓનું નસીબ સોનાની જેમ ચમકશે
મીન રાશિ
મીન રાશિ માટે પણ વક્રી શનિ અને ગુરુનો ઉદય સકારાત્મક સાબિત થશે. શનિ લગ્ન ભાવમાં વક્રી થશે અને ગુરુનો ઉદય સુખ સ્થાનમાં થઈ રહ્યો છે. આ ગોચરથી જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. માતા પિતા અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. માનસિક શાંતિ બની રહેશે. ઘરેલુ મામલે સામંજસ્ય સ્થાપિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલું ધન પરત મળશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે