Home> Spiritual
Advertisement
Prev
Next

Shanidev: 24 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાનો 'ગોલ્ડન પીરિયડ' રહેશે, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે

શનિના રાશિ પરિવર્તન સાથે નક્ષત્ર પરિવર્તનનું પણ ખુબ મહત્વ હોય છે. આ કારણથી તેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જરૂર પડે છે. 

Shanidev: 24 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાનો 'ગોલ્ડન પીરિયડ' રહેશે, આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે

Shani Transit 2023 : ન્યાય અને કર્મફળદાતા ગ્રહ શનિદેવ હવે ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે. શનિદેવ આ નક્ષત્રમાં 24 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. વૈદિક જ્યોતિષ મુજબ શનિ ગ્રહ તમામ ગ્રહોમાં સૌથી મંદ ગતિથી ચાલતો ગ્રહ છે. શનિ કોઈ પણ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. શનિ હાલ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિના રાશિ પરિવર્તન સાથે નક્ષત્ર પરિવર્તનનું પણ ખુબ મહત્વ હોય છે. આ કારણથી તેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જરૂર પડે છે. 

fallbacks

શનિના રાશિ પરિવત્ન કે નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં સારા સંકેત છે તો કેટલાકે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 15 ઓક્ટોબરે ઘનિષ્ઠા નક્ષત્રમાં શનિના પ્રવેશથી સૌથી વધુ કઈ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો....

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિનું ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ ખુબ જ લાભદાયી પરિણામ આપી શકે છે. ભાગ્યનો સારો સાથ મળશે જેના કારણે દરેક કાર્યમાં સારી સફળતા મળશે. અચાનક ધનલાભની તકો મળશે. શનિદેવની વિશેષ કૃપાના કારણે તમારા માન સન્માન, અને ધન દૌલતમાં સારો વધારો જોવા મળશે. નોકરીયાત જાતકોને નવી નોકરીની સારી ઓફરો મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે. 

કન્યા રાશિ
શનિના નક્ષત્ર પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજનાઓ સફળ થશે. ભાગ્યનો સારો સાથ મળશે. તમારા તમામ અટકેલા કામો જલદી પૂરાં થશે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખુબ જ કારગર સિદ્ધ થશે. સારો નફો મળી શકે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાશે. જીવનસાથીનો સારો સાથ મળવાથી મન પ્રસન્ન રહેશે. 

તુલા રાશિ
તુલા રાશિમાં શનિનું નક્ષત્ર પરિવર્તન પાંચમા ભાવમાં થયું છે. આવામાં આવનારો સમય આ રાશિના જાતકો માટે વિશેષ લાભકારી સિદ્ધ થઈ શકે છે. બિઝનેસમાં સારી ડીલ થવાથી તમને લાભ જ લાભ થઈ શકે છે. નોકરીયાતોને લાભની અનેક સારી તકો મળશે. જે લોકો નોકરીયાત છે તેમના માટે આવનારો સમય ખુબ જ શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાના સંકેત છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More