Home> Spiritual
Advertisement
Prev
Next

Rajyog 2024: 500 વર્ષ પછી એકસાથે 2 રાજયોગનો સર્જાયો સંયોગ, 3 રાશિના લોકોને અચાનક થશે મોટો ધન લાભ

Shash And Malavya Rajyog: વર્ષ 2024 આ પ્રકારના સંયોગની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ વર્ષે શુક્ર અને શનિ ગ્રહની વિશેષ સ્થિતિ રહેવાની છે. શુક્ર અને શનિ ગ્રહના કારણે બે રાજયોગ બનશે. શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે અને શની શશ રાજયોગ બનાવશે. આ બંને રાજયોગની શુભ અસર ત્રણ રાશિના જાતકોના જીવન પર પડશે.

Rajyog 2024: 500 વર્ષ પછી એકસાથે 2 રાજયોગનો સર્જાયો સંયોગ, 3 રાશિના લોકોને અચાનક થશે મોટો ધન લાભ

Shash And Malavya Rajyog: દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ઘણી વખત ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે કેટલાક શુભ અને અશુભ સંયોગ અને રાજયોગ પણ સર્જાતા હોય છે. વર્ષ 2024 આ પ્રકારના સંયોગની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ વર્ષે શુક્ર અને શનિ ગ્રહની વિશેષ સ્થિતિ રહેવાની છે. માર્ચ મહિનામાં શુક્ર અને શનિ ગ્રહના કારણે બે રાજયોગ બનશે. શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે અને શની શશ રાજયોગ બનાવશે. આ બંને રાજયોગની શુભ અસર ત્રણ રાશિના જાતકોના જીવન પર પડશે. આ બંને રાજયોગ એક સાથે 500 વર્ષ પછી બની રહ્યા છે. જેની અસરના કારણે ત્રણ રાશિના લોકો અચાનક અમીર બની શકે છે. આ રાશિઓને કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત થશે.

fallbacks

આ પણ વાંચો: Ramcharitmanas: જે ઘરમાં રોજ થાય રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ ત્યાં નથી રહેતી ગરીબી

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ સમય નોકરી અને વેપારમાં સફળતા પ્રાપ્ત કરવાનો રહેશે. નવી નોકરી મળી શકે છે અથવા તો નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આવકમાં વધારો થશે અને ધન કમાવાના નવા સ્ત્રોત બનશે. આ રાશિના લોકોની બુદ્ધિમકતા, એકાગ્રતા અને યાદશક્તિ સારી રહેશે. જે પણ લક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન અને મહેનત કરશે તેમાં સફળતા મળશે.

આ પણ વાંચો: 14 મીએ ઉત્તરાયણ બાદ ભૂલથી પણ આ કામ શરૂ કરી ન દેતા, કમુરતા ઉતરવાને લઈને બદલાયા ગ્રહો

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર અને શનિ દ્વારા જે રાજયોગ બની રહ્યો છે તે સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર આપી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. નવું ઘર, ગાડી કે સંપત્તિના માલિક બની શકો છો. વ્યક્તિત્વમાં નિખાર આવશે. અવિવાહીતોના લગ્ન નક્કી થઈ શકે છે.

આ પણ વાંચો: નોકરીની લાગી જશે લાઈનો, ચાલુ નોકરીમાં થશે પ્રમોશન, શુક્ર બદલશે 3 રાશિઓનું ભાગ્ય

કુંભ રાશિ

કુંભ રાશિનો સ્વામી છે અને આ વર્ષ દરમિયાન શનિ પોતાની જ રાશિમાં ભ્રમણ કરશે. 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં છે જેના કારણે આ રાશિના લોકોને ધન લાભ થશે. કારકિર્દીમાં પ્રગતિને તકો પ્રાપ્ત થશે. આવકમાં અચાનક વધારો થશે. બિઝનેસમાં નફો થશે. વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More