Shash Rajyog 2024: નવ ગ્રહોમાં શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. જ્યારે શનિનું રાશિ પરિવર્તન થાય કે નક્ષત્ર પરિવર્તન થાય તો તેની અસર દરેક વ્યક્તિના જીવન પર પડે છે. શનિના રાશિ પરિવર્તનના કારણે સમયાંતરે લોકો પર સાડાસાતી, ઢૈયા અને મહાદશા શરૂ થતી હોય છે. શનિના ગોચરના કારણે કેટલાક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવે છે.
આ પણ વાંચો: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, ધનમાં થશે વધારો
પંચાંગ અનુસાર હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરે છે. જેના કારણે શશ રાજયોગનું નિર્માણ થયું છે. શાસ્ત્રમાં આ યોગને પંચ મહાપુરુષ યોગ પણ કહેવાય છે અને આ યોગને શુભ માનવામાં આવે છે. શનિ 28 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં ગોચર કરશે. આ સમય સુધી ત્રણ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસતી રહેશે.
આ પણ વાંચો: 6 સપ્ટેમ્બરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ, મંગળના આદ્રામાં નક્ષત્રમાં પ્રવેશથી થશે લાભ
વૃષભ રાશિ
શશ રાજયોગનું નિર્માણ વૃષભ રાશિના દસમા ભાવમાં થયું છે. જેના કારણે આ રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી જે યુવાનો સારી તકની રાહ જોઈ રહ્યા હતા તેમને અવસર પ્રાપ્ત થઈ શકે છે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નામના વધશે. આત્મવિશ્વાસ વધશે. વૃષભ રાશિના લોકોનું ખરાબ સ્વાસ્થ્ય સુધારવાની સંભાવના છે.
આ પણ વાંચો: પૂજામાં રોજ ઘંટડી વગાડનારાઓ પણ આ રહસ્યથી હશે અજાણ, મનોકામના પૂર્ણ કરી શકે છે આ ઘંટડી
સિંહ રાશિ
સિંહ રાશિ માટે પણ શશ રાજયોગ શુભ સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ એટલે કે પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ 2025 સુધીનો સમય લાભકારી સિદ્ધ થશે. પરિણીત લોકોનો અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. આ સમય દરમિયાન માનસિક શાંતિનો અનુભવ થશે.
આ પણ વાંચો: Weekly Horoscope: 2 થી 8 સપ્ટેમ્બર સુધીનું સપ્તાહ મિથુન સહિત 4 રાશિઓ માટે શુભ
કુંભ રાશિ
કુંભ રાશિ માટે પણ આ યોગ લાભકારી છે. 2025 સુધી કુંભ રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહેશે. વૈવાહિક જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તકો મળશે. ઘણા સમયથી અટકેલા કામ પુરા થવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે