Home> Spiritual
Advertisement
Prev
Next

શિરડી સાઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું રૂ.14 કરોડ 54 લાખનું દાન

22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન ઉમટી ભક્તોની ભીડ, ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં 9.50 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, 11 દિવસ દરમિયાન મળેલા દાનની ગણતરી બુધવારે કરવામાં આવી, 507 ગ્રામ સોનું અને 16.5 કિલો ચાંદી પણ મળી દાનમાં 

શિરડી સાઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું રૂ.14 કરોડ 54 લાખનું દાન

પ્રશાંત શર્મા/શિરડીઃ ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં શિરડીના પ્રસિદ્ધ સાંઈ મંદિરમાં શ્રદ્ધાળુઓની જાણે કે ભીડ ઉમટી પડી હતી. 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન શિરડીમાં 9.50 લાખ ભક્તોએ સાંઈબાબાના દર્શન કર્યા હતા. આ દરમિયાન ભક્તોએ મોટા પ્રમાણમાં દાન પણ આપ્યું હતું. આ 11 દિવસો દરમિયાન મળેલા દાનની બુધવારે ગણતરી કરવામાં આવી તો તેનો આંકડો રૂ.14 કરોડ 54 લાખ પર પહોંચ્યો હતો. 
 
શિરડીની સાંઈબાબા મંદિરમાં 11 દિવસમાં રૂ.14 કરોડ 54 લાખનું ભક્તો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 507 ગ્રામ સોનું અને 16.5 કિલો ચાંદી પણ દાનમાં મળી હતી. આ દાનમાં 19 દેશના વિદેશી ચલણનો પણ સમાવેશ થાય છે. કુલ રૂ.30 લાખ 63 હજારની રકમ વિદેશી ચલણના સ્વરૂપમાં દાનમાં પ્રાપ્ત થઈ છે. સાઈ મંદિરના ડોનેશન બોક્સમાં ભક્તો દ્વારા રૂ.8 કરોડ 5 લાખનું દાન આપવામાં આવ્યું હતું. ડોનેશન કાઉન્ટર પર રૂ.3 કરોડ 3 લાખના ચેક આપવામાં આવ્યા. આ સાથે જ રૂ.3 કરોડની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટના સ્વરૂપમાં પણ મળી છે. 

fallbacks

fallbacks

2 જાન્યુઆરી, 2019ના બુધવારે સવારે 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન દાનમાં મળેલી રકમની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ 11 દિવસમાં જે રૂ.14 કરોડ 54 લાખની રકમ દાનમાં મળી તે ગયા વર્ષ કરતાં રૂ.30 લાખ ઓછી છે. 

શિરડી સાંઈ સંસ્થાના ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે જણાવ્યું કે, "22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રૂ.14 કરોડથી વધુની રકમ ડોનેશન તરીકે જમા કરવામાં આવી છે. જેમાં 19 દેશના વિદેશી ચલણની સાથે-સાથે મંદિર ટ્રસ્ટને સોનું અને ચાંદી પણ દાનમાં મળ્યું છે. કેટલાક લોકોએ ડેબિટ કાર્ડ, ચેક અને ડીડી દ્વારા પણ દાન આપ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં દર વર્ષે દાનની સંખ્યામાં વધારો થતો રહે છે, પરંતુ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ રૂ.30 લાખ જેટલું ઓછું દાન મળ્યું છે."

22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન શિરડી મંદિરમાં મળેલું દાન

  • સોનું: 507 ગ્રામ અને ચાંદી 16.5 કિલો 
  • ડોનેશન બોક્સઃ રૂ.8 કરોડ 5 લાખ
  • ડોનેશન કાઉન્ટરઃ રૂ.3 કરોડ 3 લાખ
  • ડિમાન્ડ ડ્રાફ્ટઃ રૂ.3 કરોડ 
  • કુલ રકમઃ રૂ.14 કરોડ 54 લાખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More