Shravan 2025 Upay: શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના ન કરો તો પણ પૂજા કર્યાનું પૂર્ણ ફળ અને મનોકામના પૂર્તિના આશીર્વાદ મેળવી શકો છો. સનાતન પરંપરામાં શિવ પૂજા સંબંધિત કેટલાક નિયમો જણાવેલા છે અને સાથે જ ઉપાયો પણ જણાવેલા છે.
આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં ધનમાં આળોટશે 4 રાશિના લોકો, બુધ, શુક્ર, સૂર્ય વધારશે સંપત્તિ અને માન
શ્રાવણ મહિના દરમિયાન આ મહા ઉપાયો કરવાથી ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે તમને કળિયુગમાં ભોગવવા પડતા કષ્ટને દૂર કરે તેવા અને જીવનની બધી જ કામના પૂર્ણ કરે તેવા મહા ઉપાયો વિશે જણાવીએ. શ્રાવણ મહિનામાં આ કામ કરી લેવાથી શિવજીના આશીર્વાદ અચૂક મળે છે.
આ પણ વાંચો:બુધ ગ્રહએ પુષ્ય નક્ષત્રમાં કર્યો પ્રવેશ, 22 ઓગસ્ટ સુધી આ રાશિઓને મળશે બંપર લાભ
શ્રાવણ મહિનાના મહા ઉપાયો
1. ભગવાન શિવની પૂજા ગંગાજળ વિના અધુરી ગણાય છે જો તમે શ્રાવણ મહિનામાં મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો તેમને ગંગાજળ અવશ્ય અર્પણ કરો.
2. ભગવાન શિવની પૂજા કરતી વખતે સફેદ ચંદન અથવા ભસ્મથી ત્રિપુંડ કરો. મહાદેવને ત્રિપુંડ કર્યા પછી પ્રસાદ તરીકે પોતે પણ ધારણ કરો. આ તિલક બધી જ બાધાઓથી રક્ષા કરશે અને સૌભાગ્ય પ્રદાન કરશે.
આ પણ વાંચો: Budh Gochar: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિનો ગોલ્ડન ટાઈમ શરુ થશે
3. શ્રાવણ મહિનામાં શિવ પૂજા કરતી વખતે પૂજામાં બિલીપત્ર, શમીપત્ર, ભાંગ પત્ર અથવા આંકડાના ફૂલ જરૂર ચઢાવો. આ બધા જ શિવજીના પ્રિય પુષ્પ છે.
4. શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજામાં મંત્ર જાપનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. જો તમે શિવજીના શક્તિશાળી મંત્રોનો જાપ કરો તો ભોળાનાથ તમારી મનોકામના પણ શીઘ્ર પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ પંચાક્ષરી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો.
આ પણ વાંચો: આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
5. હિન્દુ માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં જે સાધક શિવ પરિવારની નિયમિત પૂજા કરે છે તેના પર ભોળાનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. તેથી પૂજામાં એવો ફોટો સ્થાપિત કરો જેમાં શિવજી સાથે માતા પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકે તેમનું વાહન નંદી પણ હોય.
6. જો તમે ઈચ્છો છો કે શિવ સાધના શીઘ્ર ફળ આપે તો કોઈ પણ જગ્યાની પવિત્ર માટી લઈ અંગૂઠા જેટલું પાર્થિવ શિવલિંગ બનાવો. રોજ તેની પૂજા કરો. માન્યતા છે કે પાર્થિવ શિવલિંગની વિધિ વિધાનથી પૂજા કરવાથી અને અભિષેક કરવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: શિવ પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત
7. જો તમે ઈચ્છો છો કે દેવોના દેવ મહાદેવ તમારા પર સદા પ્રસન્ન રહે તો તેમના ગણ નંદીની પૂજા અવશ્ય કરો. જે રીતે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાથી ભગવાન રામના આશીર્વાદ મળે છે તે રીતે જ નંદીની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. આજ કારણ છે કે લોકો શિવાલયમાં દર્શન અને પૂજા કર્યા પછી નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે