Home> Spiritual
Advertisement
Prev
Next

50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો રાજયોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહના ગોચર કરવાથી વિપરીત રાજયોગ બન્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં આગળ વધવાની તક મળી શકે છે. 
 

50 વર્ષ બાદ રાહુ અને શુક્રએ બનાવ્યો રાજયોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Vipreet Rajyog: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી શુભ અને અશુભ યોગ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. તમને જણાવી દઈએ કે ધનના દાતા શુક્ર ગ્રહ 31 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી વિપરીત રાજયોગનું નિર્માણ થયું છે. આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો આ લકી રાશિઓ વિશે જાણીએ..

fallbacks

કર્ક
તમારા માટે રાહુ અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના નવમાં ભાવમાં બની છે. તેથી આ સમયે તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે તમારા પદ અને આવકમાં વધારો થશે. આ કારણે સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. આ સમયે તમે વિદેશ યાત્રા કરી શકો છો જે શુભ રહેશે. સાથે આ દરમિયાન તમારા અટવાયેલા કામ થશે. આ સમય વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે. આ સમયે કોઈ વ્યક્તિને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

આ પણ વાંચોઃ Solar Eclipse 2024: ઘરે બેઠા જુઓ સૂર્યગ્રહણ, તમારા ફોનમાં ડાઉનલોડ કરો આ App

મિથુન રાશિ
રાહુ અને શુક્રનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવમાં બની છે. તેથી આ સમયે તમને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. તમને કરિયરમાં આગળ વધવાની તક મળશે, જેનો ઉપયોગ કરી તમે પ્રગતિ કરશો. તો જે લોકો વેપાર કરે છે તેને આ સમયે નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી ધનલાભ થશે. જે લોકો નોકરી કરે છે તેનું પ્રમોશન થઈ શકે છે અને તેને નવી જવાબદારી મળી શકે છે. 

વૃષભ રાશિ
તમારા માટે શુક્ર અને રાહુનો સંયોગ લાભદાયક રહેશે. કારણ કે આ સંયોત તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર બન્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત મળી શકે છે. જે લોકો  બિઝનેસ કરી રહ્યાં છે તેને ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. લગ્ન જીવન ખુશ રહેશે. આ સમયે રોકાણથી લાભ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More