Shukra Gochar 2025: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહ ભોગ, વિલાસ, પ્રેમ અને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યારે શુક્ર ગ્રહ અસ્ત થઈ જાય છે તો તે આંતરિક સુધારો કરે છે અને બાહરી ચમક ધમકને ઘટાડે છે. શુક્રવારે પણ અસ્ત થાય છે કે પછી ઉદય થાય છે તે તેનો પ્રભાવ રાશિઓ પર પડે છે.
આ પણ વાંચો: Itra Remedies: અત્તરના આ ટોટકાથી શુક્ર થશે એક્ટિવેટ, રાતોરાત અમીર બની શકે છે વ્યક્તિ
શુક્ર હવે મીન રાશિમાં અસ્ત થયો છે. શુક્ર ગ્રહના અસ્ત થવાથી કેટલીક રાશીના લોકોનો ભાગ્યોદય શરૂ થયો છે. શુક્ર અસ્ત થઈને પણ આ 3 રાશીના લોકોના જીવનમાં ખુશીઓ વધારશે. જ્યાં સુધી શુક્ર અસ્ત રહેશે ત્યાં સુધી આ રાશિના લોકો ખુશીઓ મનાવશે. આ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ
આ પણ વાંચો: Shani Gochar: 5 રાશિઓ માટે ઘોર સંકટનો સમય થશે શરુ, અઢી વર્ષ સુધી શનિ ભારે કષ્ટ આપશે
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. કુંડળી ના 11 માં ભાવમાં શુક્ર અસ્ત થયો છે. જેના કારણે વૃષભ રાશિના લોકોને શુભ ફળ મળશે. આ સમય દરમિયાન ધન લાભ થશે અને અટકેલા કામ પૂરા થશે. રોકાણથી ભવિષ્યમાં ફાયદો થશે. વેપારથી લાભ થશે.
આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં સૂર્ય-મંગળ બદલી દેશે આ રાશિઓનું જીવન, કરિયર-વેપારમાં થશે પ્રગતિ
કન્યા રાશિ
કન્યા રાશિના સાતમા ભાવમાં શુક્ર અસ્ત થયો છે, જેના કારણે જીવનમાં ફેરફાર જોવા મળશે. જુના સંબંધોની સ્થિતિ સુધરશે. વૈવાહિક જીવનમાં ચાલતી સમસ્યા દૂર થશે. પાર્ટનરશીપમાં કરેલા કાર્યોમાં લાભ થશે.
આ પણ વાંચો: જૂનું ફર્નીચર લેતા પહેલા સો વખત વિચારજો, ખરાબ વસ્તુ હશે તો ઘરનું ધનોત પનોત નીકળી જશે
મકર રાશિ
મકર રાશિના ત્રીજા ભાવમાં શુક્ર અસ્ત થશે. નાની-મોટી યાત્રાઓની યોજના બની શકે છે. ક્રિએટિવ ફીલ્ડના લોકોને આ સમય દરમિયાન વધારે લાભ થશે. ભાઈ-બહેનોના સંબંધ મજબૂત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે