Home> Spiritual
Advertisement
Prev
Next

Mool Trikon Rajyog: વર્ષો પછી બુધ, શુક્ર અને શનિએ બનાવ્યો મૂળ ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિ માટે સમય શુભ, ઉઠાવી લેજો લાભ

Mool Trikon Rajyog: દિવાળી પહેલા એક મહત્વપૂર્ણ ઘટના ઘટી છે જેની સારી અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે. પંચાંગ અનુસાર બુધ, શુક્ર અને શનિ પોતાની મૂળ રાશિમાં ગોચર કરે છે જેના કારણે મૂળ ત્રિકોણ રાજયોગ સર્જાયો છે જે 3 રાશિ માટે અત્યંત શુભ સાબિત થશે. 

Mool Trikon Rajyog: વર્ષો પછી બુધ, શુક્ર અને શનિએ બનાવ્યો મૂળ ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિ માટે સમય શુભ, ઉઠાવી લેજો લાભ

Mool Trikon Rajyog: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ ગોચર મહત્વપૂર્ણ ગણાય છે. કારણ કે ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે કેટલીક વખત ખાસ યોગનું નિર્માણ થતું હોય છે. પંચાંગ અનુસાર 23 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પોતાની મૂળ રાશિ કન્યામાં પ્રવેશ કર્યો છે. આ ગોચર પછી એક વિશેષ રાજયોગ સર્જાયો છે. પંચાંગ અનુસાર હાલ શનિ પોતાની મૂળ રાશિ કુંભમાં, શુક્ર પોતાની રાશિ તુલામાં અને બુધ પોતાની રાશિ કન્યામાં ગોચર કરે છે. આ ત્રણ ગ્રહોના કારણે મૂળ ત્રિકોણ રાજયોગનું નિર્માણ થયું છે. આ રાજયોગ વર્ષો પછી સર્જાયો છે. આ રાજયોગ નો પ્રભાવ 12 રાશિના લોકો પર જોવા મળશે. જેમાં ત્રણ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. આ ત્રણ રાશિ માટે સમય એવો છે કે તેમણે આ સમયનો લાભ ઉઠાવી લેવો જોઈએ.

fallbacks

આ પણ વાંચો: Bad Habits: આ 5 આદતો સૌથી ખરાબ, જેને હોય તેનું જીવન પસાર થાય દારુણ ગરીબીમાં

મેષ રાશિ 

મેષ રાશિના લોકો માટે આ સમય ઉત્તમ છે. આર્થિક ક્ષેત્રમાં લાભના સંકેત મળી રહ્યા છે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય ઉત્તમ છે લાભ લઈ લેવો. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન થશે અને પગાર વધારો પણ થઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વેપાર ક્ષેત્રે પણ લાભ મળી શકે છે. 

આ પણ વાંચો: નવરાત્રિમાં આ 4 નિયમો અનુસાર કરજો પૂજા, દિવસ-રાત રુપિયા ગણવા પડશે એટલી વધશે આવક

કન્યા રાશિ 

કન્યા રાશિના લગ્ન ભાવમાં બુધ બિરાજમાન છે. કન્યા રાશિના લોકોને આર્થિક ક્ષેત્રે લાભ મળી શકે છે. અત્યાર સુધી આવતી સમસ્યાઓથી છુટકારો મળશે. ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપાર ક્ષેત્રે આવેલી સમસ્યાઓથી છુટકારો મળી જશે. 

આ પણ વાંચો: ભુલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં આપવી નહીં, છીનવાઈ જશે સુખ-શાંતિ, પરિવાર આવી જશે રસ્તા પર

તુલા રાશિ 

તુલા રાશિના લોકો વેપારમાં સારું પ્રદર્શન કરશે. દિવાળી પહેલા મોટો ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે. નવી યોજના અમલમાં મુકવા માટે સારો સમય. વેપારમાં નવી તક હાથમાં આવી શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ સારી ઓફર મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More