નવી દિલ્હીઃ Shukra Rashi Parivartan 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના ચોક્કસ સમય પર ગ્રહ ગોચર કરે છે. ગ્રહ અને નક્ષત્રોના ગોચરથી દરેક 12 રાશિના જાતકો પર અસર પડે છે. 2 મેએ બપોરે 1 કલાક 50 મિનિટ સુધી, ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવતા શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે શુક્રની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને નવા અવસરોની પ્રાપ્તિ થાય છે.
શુક્ર ગોચરનો આ રાશિઓ પર પડશે પ્રભાવ
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનો ગોતર કરવાથી મેષ રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે. શુક્રનું મિથન રાશિમાં ગોચર શુભ ફળયાદી રહેશે. આ સમયમાં મિત્રો અને પરિવારજનો સાથે સારો સમય પસાર કરશો. પ્રેમ જીવન સારૂ રહેશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપાર કરવા માટે આ સમય સારો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ 1 દિવસ બાદ ચમકી જશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, મે મહિનામાં થશે જબરદસ્ત ફાયદો
મિથુન રાશિ
નોંધનીય છે કે શુક્રનું ગોચર મિથુન રાશિમાં થવા જઈ રહ્યું છે. આ દરમિયાન કાર્યશૈલીમાં સુધાર થશે. તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયમાં તમારા કારોબારમાં સુધાર થવાની સંભાવના છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે શુક્ર ગોચર ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. આ સમય દરમિયાન કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમે સારા પરિણામ મેળવી શકો છો. લવ લાઈફ સારી રહેશે.
આ પણ વાંચોઃ Astrology: આ 4 રાશિના યુવકો હંમેશા રહે છે વફાદાર, સાબિત થાય છે બેસ્ટ પતિ!
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે. પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પણ આ સમયગાળા દરમિયાન પરત મળી શકે છે. પ્રવાસ પર જઈ શકો છો. આ સમય દરમિયાન યાત્રા લાભદાયી રહેશે.
મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ માટે પણ આ સમય સારો હોવાનું કહેવાય છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે.
(Disclaimer: સામાન્ય માન્યતાઓના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે